Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ પોલીસની માટે છત્રી બનાવી

પોલીસને આંશિક રાહત મળશે : પોલીસને ગરમીથી બચવા માટે પંખો, પ્રકાશ માટે લાઈટ અને ફોન ચાર્જિંગ પોઇન્ટ સહિતની સુવિધા છત્રીમાં રહેશે

અમદાવાદ, તા. ૧૭ : કોરોનાના સંકટ વચ્ચે પોતાના જીવને જોખમમાં મૂકીને પોલીસ લોકોની સેવા કરી રહી છે. ક્યારેક ડ્યુટી વખતે તેમને દિવસભર આકરા તાપમાં પણ ઊભા રહેવું પડે છે. અનેક મુશ્કેલીઓ વેઠીને લોકોની સેવામાં લાગેલી પોલીસ માટે એક વિદ્યાર્થીએ અનોખી શોધ કરી છે. જેનાથી પોલીસને મુશ્કેલીઓ તો ઓછી થશે જ સાથે તેમને ડ્યુટી કરવા પણ રાહત મળશે. અમદાવાદમાં ૨૩ વર્ષના એન્જિનિયરીંગના એક વિદ્યાર્થીની  સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. હકીકતમાં શહેરના જુહાપુરામાં મિકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા આદિબ મંસૂરી નામના એક વિદ્યાર્થીએ સામાન્ય છત્રીને 'સોલર છત્રી'માં બદલી નાખી છે. આવું તેણે એટલા માટે કર્યું કે કારણે કે અમદાવાદ પોલીસની મદદ કરી શકે.

             પોલીસ દિવસભર આકરા તાપમાં પણ આરામથી ડ્યુટી કરી શકે આ માટે આબિદે 'સોલર છત્રી' તૈયાર કરી છે. આ છત્રીમાં ગરમીથી બચવા માટે એક નાનો પંખો, પ્રકાશ માટે લાઈટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ સહિતની સુવિધા છે. ટ્વિટર યુઝર કુમાર મનીષે આ જાણકારી સાથેની તસવીરો શેર કરી છે. તેણે લખ્યું, આદિબે બે સોલર છત્રી જુહાપુરાના ઉજાલા સર્કલ પાસે લગાવી છે. તે આવી પાંચ છત્રી તૈયાર કરી રહ્યો છે. આદિબ એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિન્યિરીંગ એન્ડ ટેક્નોલૉજીનો વિદ્યાર્થી છે. હેવે કૉલેજ પણ તેને આ કામમાં તેની મદદ કરી રહી છે. સોલર છત્રી ઉપયોગ કરનારા પોલીસકર્મીઓ પણ આદિબના આ કાર્યની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

(9:46 pm IST)