Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

જેઈઈ, નીટ, ગુજકેટના માર્ગદર્શન માટે બોર્ડ દ્વારા વિશિષ્ટ આયોજન

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર : કોરોનાની હાલની સ્થિતિમાં વિદ્યાર્થીઓ ઘેર બેઠા અભ્યાસ કરી શકે તે માટે શૈક્ષણિક કાર્યક્રમો યુટ્યુબ ઉપર મુકાશે

અમદાવાદ,તા.૧૭ : હાલમાં કોરોના ના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે ,તેમાં ખાસ કરીને રાજ્યના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ જેઈઈ, નીટ અને ગુજકેટ જેવી તમામ પરીક્ષાઓનું ઘરે બેઠા જ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિશિષ્ટ આયોજન હાથ ધર્યું છે . આ આયોજન અંતર્ગત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા રેર્કોડિંગ કરીને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે .તૈયાર થનાર આ શૈક્ષણિક કાર્યક્રમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યૂટૂબ ચેનલ જી એસએચએસઈબી ગાંધીનગર પર અપલોડ કરાશે. આ કાર્યક્રમો અપલોડ થતા જેઈઈ, નીટ અને ગુજકેટ જેવી પરીક્ષાઓનું માર્ગદર્શન મેળવવા ઇચ્છતા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમોનો ઘરે બેઠા તમામ પરીક્ષાઓનું માર્ગદર્શન ઘરે બેઠા જ સરળતાપૂર્વક મેળવી શકશે.

               ઉલ્લેખનીય છે કે નીટની પરીક્ષા માટેના ખાસ શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરાવીને તેનું પ્રસારણ હાલમાં વંદે ગુજરાત ચેનલ નંબર ૧૨ પરથી બાયસેગના માધ્યમથી થઈ રહ્યું છે. તે ઉપરાંત ધોરણ ૯થી ૧૨ ના મુખ્ય વિષયો ના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ પણ વંદે ગુજરાત ચેનલ નંબર ૯ થી થઈ રહ્યું છે . બોર્ડની યૂટૂબ ચેનલ પર નીટના ખાસ કાર્યક્રમો તેમજ ધોરણ ૯ થી ૧૨ ના મુખ્ય વિષયો ના શૈક્ષણિક કાર્યક્રમો પણ અપલોડ કર્યા છે તેનો પણ રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા છે .નીટ માટેના ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના લેક્ચર ના વિડીયો જીઈઈ એને ગુજકેટ જેવી પરીક્ષા માટે પણ ઉપયોગી છે.

(9:44 pm IST)