Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

18થી 20 જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ :મહાત્મા મંદિરે યોજાશે

સમિટમાં 125થી વધારે ડેલિગેટ્સ ગુજરાત આવશે :તમામ સેક્ટરમાં રોકાણકારોને આકર્ષવામાં આવશે

 

અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતી વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના તારીખ 18થી 20 દરમિયાન યોજાશે. સમિટ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે.

ગાંધીનગરમાં વિજયભાઈ  રૂપાણીએ કરેલી જાહેરાત મુજબ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ થકી ઉદ્યોગકારોને અનેક સુવિધા ઉપલબ્ધ કરાવીને વિશએષ પહેલ કરવામાં આવી છે. જેમાં આગામી જાન્યુઆરીમાં વધું એક કડી ઉમેરાશે.

  આગામી જાન્યુઆરીમાં યોજાનારા વાઈબ્રન્ટ સમિટમાં 125થી વધારે ડેલિગેટ્સ ગુજરાત આવશે. લગભગ તમામ સેક્ટરમાં રોકાણ માટે રોકાણકારોને આકર્ષવામાં આવશે.

  ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટ 2019ને સફળ બનાવવા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમ તેમણે જણાવ્યું છે.

   આવતા વર્ષે એપ્રિલ- મે દરમિયાન યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં જાન્યુઆરીમાં યોજાનારી સમિટ માટે ગયા અઠવાડિયે ઉધ્યોગ સચિવ એમ કે દાસના વડપણ હેઠળ એક બેઠક પણ યોજાઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટ તેની અગાઉની સમિટ કરતાં વધું મોટી અને વધું સારી હોય છે. બાબત વર્ષ 2019માં પણ જોવા મળશે.

(11:17 pm IST)