Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અેક પગે દિવ્યાંગ છતાં રમત-ગમત ક્ષેત્રે અમદાવાદના ગીરીશ શર્માઅે કાઠુ કાઢ્યુઃ રાષ્‍ટ્રીયસ્‍તરે પ્રથમ ક્રમાંક

અમદાવાદઃ અમદાવાદના ગીરીશ શર્મા દિવ્યાંગ હોવા છતાં પણ રમત-ગમત ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરીને રાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

ગુરુવારે વહેલી સવારે વસ્ત્રાપુર લેક પાસેથી પસાર થતા રાહદારીઓ દંગ રહી ગયા જ્યારે તેમને પેરા બેડમિન્ટન સ્ટાર ગીરીશ શર્માનો સ્પોર્ટ પ્રત્યેનો જુસ્સો જોવા મળ્યો. દિવ્યાંગ ગીરીશ શર્માએ બોર્ડર સિક્યોરિટી ફોર્સના આઈજી અજય તોમર અને સ્પોર્ટ ઑથોરિટી ઑફ ગુજરાત સેક્રેટરી દિનેશ કાપડિયા સાથે બેડમિન્ટનની મેચ રમી હતી.

પેરા-સ્પોર્ટ્સને પ્રમોટ કરવાની અને આ પ્રત્યે જાગૃકતા જગાવવાની આદિત્ય મેહતા ફાઉન્ડેશનની પહેલના ભાગરૂપે શટલર ગીરીશ શર્માએ પહેલી ફેઝા દુબઈ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં 2 વ્હિલચેર કેટેગરીમાં તોમર સામે મેચ રમી હતી, આ ચેમ્પિયનશીપમાં ગીરીશ મેહતાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વ્હિલચેરને અલવીદા કહી ગીરીશે પોતાના એકપગે ગેમ રમી પોતાની બેડમિન્ટન સ્કીલ દેખાડવાનું નક્કી કર્યું. પેરાએથ્લેટ સાથે રમવાની ખુશી વ્યક્ત કરતાં તોમરે કહ્યું કે આ એથલેટ્સ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે.

તોમરે કહ્યું કે, “ગીરીશની ફિટનેસ અને જુસ્સામાંથી આપણે બધાએ પ્રોત્સાહિત થવાની જરૂર છે. રોજ ચાર પાંચ કલાક મોબાઈલમાં વેળફનાર યુવાનોએ ગીરીશ પાસેથી શીખ મેળવીને સ્પોર્ટમાં એક્ટિવ થવું જોઈએ અને તેની રેગ્યુલર પ્રેક્ટિસ કરવી જોઈએ.” 30 વર્ષીય ગીરીશે પોતાની પહેલ અંગે ખુશી વ્યક્ત કરી અને સશક્ત પ્રતિસ્પર્ધી સામેના રોમાંચક મુકાબલાનો આનંદ ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પેરા બેડમિંન્ટન ટુર્નામેન્ટમાં રાષ્ટ્રીય સ્તરે ગીરીશ શર્માએ ઉજ્જવળ દેખાવ કરી દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે રમતનું સુંદર પ્રદર્શન કરનાર ગીરીશ શર્માએ આયરલેન્ડ ખાતે રમાયેલ ઇન્ટરનેશનલ પેરા બેડમિંન્ટન ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો હતો ઉપરાંત એશિયન ચેમ્પિયનશીપમાં પણ તેમણે ભાગ લીધો હતો.

(6:30 pm IST)