Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

અમદાવાદમાં વૃક્ષ ઉપર લટકતો પુરૂષનો મૃતદેહ મળ્યોઃ મોતના કારણ અંગે તપાસનો ધમધમાટ

અમદાવાદઃ અમદાવાદમાં વૃક્ષ ઉપર અેક પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે તે વ્‍યકિતની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે અને મોતના કારણ અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૃતક આસપાસના ગામનો મજુર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. હાલ તો સોલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ પરેડ માટે વધુ તપાસ હાથ ધરી છે.

સોલા પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ પંચાલે જણાવ્યું કે, આજે સવારે 8.49 કલાકે અમને મેસેજ મળ્યો કે, ઓગણજ સર્કલની બાજુમાં તિરંગા પેટ્રોલ પંપની બાજુમાં સર્વિસ રોડ પર એક લીમડાના ઝાડ પર એક લાસ લટકી રહી છે. ત્યારબાદ અમે તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા.

તો જોયું કે એક વ્યક્તિ પ્લાસ્ટિકની પટ્ટી સાથે લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ત્યારબાદ લાસને નીચે ઉતારી પંચનામું કરી લાસને પીએમ માટે મોકલી દેવામાં આવી છે. હવે આ વ્યક્તિ કોણ છે અને તેણે કેમ આત્મહત્યા કરી તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે.

(6:25 pm IST)