Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વડોદરા: કરોડોની લોન અપાવવાના બહાને વેપારી પાસેથી શિવધારા કંપનીએ 56 લાખનું ફુલેકુ ફેરવ્યું

વડોદરા: કરોડોની લોન અપાવવાને બહાને લાખોની પ્રોસેસિંગ ફી પડાવવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ આચરનાર વડોદરાની શિવધારા ચંદન ફિન સર્વ કંપની સામે પોરબંદરના વેપારીને લોન અપાવવાને બહાને રૃા.૫૬.૭૪ લાખ પડાવી લીધા હોવાની વધુ એક ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોરબંદરમાં રહેતા અને વનાણા ગામે મંગલ ઓઇલ્સ લિ.ના નામે ખાદ્ય તેલનો પ્લાન્ટ ધરાવતા મુકેશ વાલજીભાઇગણાત્રાએ પોલીસને જણાવ્યુ છે કે,ધંધા માટે એસબીઆઇમાંથી લોન નહી મળતા સુરતના મિત્ર વિપુલ મારફતે સપ્ટેમ્બર-૨૦૧૬માં અમદાવાદની શિવધારા કંપનીના એજન્ટ પિયુષ ગેવરિયાનો સંપર્ક થયો હતો. પિયુષે લોનનું કામ થઇ જશે તેમ કહી ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા અને ઉસ્માનપુરા ખાતેની ઓફિસના મેનેજર વનરાજ દલવાડી અને બીજા એજન્ટો સાથે વાત કરાવી હતી.રૃા.૨૫ કરોડની લોન માટે તેમણે પ્રોસિજર કર્યો હતો અને વડોદરાના અલકાપુરી ખાતે સેન્ટર પોઇન્ટમાં આવેલી શિવધારા કંપનીની ડાયરેક્ટર જૈમિકા અલીવાલા સાથે વાત કરાવી મુલાકાત પણ કરાવી હતી. તા.૧૯-૧૦-૨૦૧૬ના રોજ જૈમિકાની સહીવાળો લોન મંજૂરીનો લેટર મળ્યો હતો અને આ પેટે પ્રોસેસિંગ ફી માટે તબક્કાવાર રૃપિયા માંગી કુલ રૃા.૫૬.૭૪ લાખ પડાવી લીધા હતા.ત્યારબાદ લોન મળી નહતી કે જેમિકા અને અન્ય અધિકારીઓનો સંપર્ક પણ થતો નહતો.ગોત્રી પોલીસે ફરિયાદને આધારે ડાયરેક્ટર જૈમિકા અને મેનેજર વનરાજ સહિત કુલ સાત જણા સામે વધુ એક ફરિયાદ નોંધી છે.

(5:43 pm IST)