Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

વડગામના ભાખરીયામાં દૂધ મંડળીના સહમંત્રીને આંતરી લૂંટ ચલાવનાર આરોપીનો સ્કેચ બનાવાયો

વડગામ:ના ભાંખરીયા ગામ પાસે મોરીયા ગામના દુ ધ મંડળીના સહમંત્રી પાસેથી રૃ. ૧૮ લાખની લૂંટ મામલે પોલીસે એક આરોપીનો સ્કેચ તૈયાર કર્યો છે અને પોલીસે એફએસએલની મદદથી આરોપીને પગેરૃ શોઘવા કવાયત હાથ ધરી છે. મોરીયા ગામની દૂધ મંડળીના સહમંત્રી પાસેથી બુધવારના દિવસે રૃા. ૧૮ લાખની લૂંટ ચલાવીને હવામાં ચાર રાઉન્ડ ફાયર કરીને પલવારમાં નાસી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટારુઓનો સુરાગ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી. જેમાં લૂંટના બીજા દિવસ સુધી પોલીસને કોઈ જ સુરાગ મળ્યો નથી. પોલીસ દ્વારા લૂંટમાં સંડોવાયેલા ચાર પૈકી એક શકદાર આરોપીનો સ્કેચ તૈયાર કરાયો છે. તેમજ ડોગ સ્કોડ તથા એફએસએલની મદદ લઈને પોલીસ દ્વારા લૂંટારુઓનું પગેરું શોધવા તપાસ ચલાવી રહી છે પરંતુ લૂંટના બીજા દિવસ સુધી પોલીસને હજુ સુધી કોઈ જ સુરાગ મળેલ નથી. જેથી લૂંટારુઓ પોલીસના હાથે ઝડપાશે ખરા ?

(5:42 pm IST)