Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આણંદના ગોપાલપુરામાં ઘરમાં એકલી પરિણીતાની આબરૂ લેવાનો પ્રયાસ :અજરુદ્દીન મલેકની ધરપકડ

ઘરમાં ઘૂસીને ગંદા ઈશારા કરીને ચાલ મારી સાથે કુવા ઉપર તેમ કહીને નિર્લજ હુમલો કર્યો

આણંદ પાસેના ગોપાલપુરા ગામની કોઠી તલાવડી ચરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાની એકલતાનો લાભ લઈને તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કરાયા અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો મુજબ ગોપાલપુરા કોઠી તલાવડી વિસ્તારમાં રહેતી એક ૨૭ વર્ષીય પરિણીતા પોતાના ઘરે એકલી જ હતી ત્યારે ગોપાલપુરા ગામે જ રહેતો અઝરુદ્દીન કમુભાઈ મલેક આવી ચઢ્યો હતો અને હાથ પકડીને ગંદા ઈશારા કરી ચાલ મારી સાથે કૂવા ઉપર તેમ જણાવીને તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.

    જો કે પરિણીતાએ બૂમાબૂમ કરતાં અઝરુદ્દીન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે પરિણીતાએ વાસદ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને અજરુદ્દીન મલેકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ઘરી હતી.

(1:39 pm IST)