Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કેનેડામાં ગુજરાત ન્યુઝ ચેનલ હેડ દેવાંગ ભટ્ટને એવોર્ડ

કયુબેક ખાતે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી : ગુજરાતની આગવી ઓળખ ગરબા, દાંડીયા રાસ, નૃત્યના કાર્યક્રમો રજૂ

અમદાવાદ :  કેનેડાનાં કયુબેક શહેર ખાતે જી.પી,એ.સી દ્વારા ગુજરાત રાજયના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વ્યકિત વિશેષને એવોર્ડ આપી તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું . જેમાં જીટીપીએલ ગુજરાત ન્યુઝના ચેનલ હેડ દેવાંગ ભટ્ટને જી.પી,એ.સી દ્વારા એવોર્ડ આપી તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું . કેનેડાનાં કયુબેક શહેર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જી.પી,એ.સી ના જનરલ સેક્રેટરી ધવલ વેદિયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો . આ કાર્યકમમાં વ્યાપાર , સંસ્કૃતિ, સમાજ સેવા અને સિદ્ઘિ ધરાવતા ૪ ગુજરાતી વ્યકિત વિશેષનું બહુમાન કરી તેઓને ગુજરાત ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યા હતા .. જેમાં જીટીપીએલ ગુજરાત ન્યુઝના ચેનલ હેડ દેવાંગ ભટ્ટને મીડિયા ક્ષેત્રમાં સિદ્ઘિઓ હાંસલ કરવા બદલ વ્યકિત વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ..  કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દીપેન્દ્ર સિંઘ અને વરિષ્ઠ બાબતોના પ્રધાન શ્રીમતી દીપિકા દાર્મેલાનાં હસ્તે દેવાંગ ભટ્ટને પુરસ્કાર અપાયો હતો . વિવિધ ક્ષેત્રમાં યોગદાન બદલ ચાર ગુજરાતી વ્યકિત વિશેષને આ પુરસ્કાર અપાયા હતા . આ પુરસ્કાર વિતરણ સમારોહમાં ગુજરાતની આગવી ઓળખ ગરબા, દાંડિયારાસ અને નૃત્ય કાર્યક્રમ થી કેનેડાની ધરતી પર ગુજરાત જેવો માહોલ સર્જાયો હતો .

(11:31 am IST)