Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

અમદાવાદમાં અમિતભાઈ શાહના રોડ શોમાં જનમેદની ઉમટી પડી :આકરા ઉનાળામાં લોકોનો અનેરો ઉત્સાહ

અમદાવાદમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં ભવ્ય રોડ શોમાં હકડેઠઠ મેદની ઉમટી

ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિતભાઈ  શાહનો ભવ્ય રોડ શો સાણંદ અને કલોલમાં યોજાયો હતો અને હવે તેઓ અમદાવાદમાં રોડ શો કરી રહ્યાં છે. અમદાવાદમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં તેમનો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. જેમાં હકડેઠઠ મેદની ઉમટી છે. ધોમધકતા તડકામાં પણ કાર્યકર્તા અને જન મેદનીમાં અકબંધ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(9:48 pm IST)