Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

વાઘોડિયા બેઠકની પેટાચૂંટણીમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ થઈ

દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી:મધુ શ્રીવાસ્તવ એ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ને કહ્યું કે હું ૩૦ વર્ષથી ગામડાઓમાં ફરુ છું મને બધી ખબર છે

વાઘોડિયા,તા.૧૮

વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવારના મધુ શ્રીવાસ્તવ એ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ને કહ્યું કે હું  ૩૦ વર્ષથી ગામડાઓમાં ફરુ છું મને બધી ખબર છે

વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગની શરૃઆત થઈ ગઈ છે. માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમને ભવ્ય રોડ શો યોજ્યો હતો જેમાં તેમના સમર્થકો પણ જોડાયા હતા  ઉલ્લેખનીય છે કે વડોદરાની ધીરજ ચોકડીથી મધુ શ્રીવાસ્તવે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યારબાદ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વડોદરા બેઠકથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ મધુ શ્રીવાસ્તવે વર્તમાન ભાજપ ધારાસભ્યએ  લોકોની જમીન પચાવી પાડી  હોવાનો આરોપ લગાવ્યો હતો. મોટી સંખ્યામાં સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે. જેને લઈ હવે ત્રિપાખીયો જંગ વાઘોડિયા વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણીમાં જોવા મળશે

(7:41 pm IST)