Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

દરેક બેઠક પર ભાજપની લીડ વધશે : અમિતભાઇ

સાણંદમાં ગૃહમંત્રી શાહનો ભવ્‍ય રોડ -શો : જનમેદની ઉમટી પડી :બપોર બાદ અમદાવાદ વિધાનસભા બેઠકોમાં મેગા રોડ-શો : વેજલપુરમાં સભાને સંબોધન કરશે

અમદાવાદ, તા.૧૮: લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના શરૂ થઈ ગયા છે. આ તરફ ગાંધીનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ આવતીકાલે એટલે કે ૧૯ એપ્રિલના રોજ ઉમેદવારીપત્ર ભરવાના છે. જોકે ઉમેદવારી પત્ર ભરતાં પહેલા આજે અમિતભાઈ ગાંધીનગર લોકસભા વિસ્‍તારમા રોડ-શૉ કર્યો છે. આજે સવારે સાણંદ અને કલોલમાં રોડ-શૉ યોજાયો હતો. જ્‍યારે સાંજે ૪ વાગ્‍યા બાદ અમદાવાદમાં અમિતભાઈ શાહ રોડ-શૉ કરશે. આ સાથે સાંજે અમિતભાઈ વેજલપુરમાં જાહેરસભાને પણ સંબોધશે.

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિતભાઈ શાહનું આજે વિજય શંખનાદ સાથે ૧૪ કિલોમીટરનો ભવ્‍ય રોડ-શૉ કર્યો હતો. આ અંતર્ગત બુથ સ્‍તરથી સોસાયટીઓ સુધી પ્રચાર કરવામાં આવશે. વિગતો મુજબ સાણંદથી કલોલ સુધી બપોર પહેલાં રોડ-શૉ નું આયોજન છે તો બપોર બાદ અમદાવાદના રાણીપથી રોડ-શૉ શરૂ થશે. જેમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રોડ-શૉના સમાપન બાદ કેન્‍દ્રીય ગળહમંત્રી સભાને સંબોધન કરશે.

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિતભાઇ શાહ આજે મતવિસ્‍તારમાં ભવ્‍ય રોડ શો કર્યો હતો. આવતીકાલે એટલે ૧૯મી તારીખે અમિતભાઇ શાહ પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. ત્‍યારે આજે સાણંદમાં અમિત શાહનું શક્‍તિ -દર્શન જોવા મળ્‍યું છે. આ રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્‍યું છે. મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમાં જોડાયા છે, અમિતભાઇ લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધ્‍યા હતા.

સાણંદ APMC સર્કલ ખાતે મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્‍યા હતા. અમિતભાઇની રેલી શરૂ થવાની છે એ સ્‍થળે પહોંચતા જ કાર્યકરો ઉત્‍સાહમાં આવી ગયા હતા અને તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પિતાના લોકસભા વિસ્‍તારમાં ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ સાણદ પહોંચ્‍યા હતા અને રેલી શરૂ થાય એ પહેલા તેઓએ ૫૦૦ મીટર જેટલા રૂટ ઉપર ફરી નિરીક્ષણ કર્યું હતું અને લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું. તો બીજી તરફ, અમિતભાઇ શાહના રોડ-શો બાદ સ્‍વચ્‍છતા માટે ટીમો તૈનાત કરાઈ છે, જેથી રોડ રોના રસ્‍તાની સાફસફાઈ શકે.

આ બાદ બપોરે ૪ કલાકે સરદાર પટેલ ચોકથી કેકે નગરમાં રોડ શો નીકળશે. જે વાળીનાથ ચોકથી જીવરાજ પાર્ક ચાર રસ્‍તા સુધી રોડ શો હશે. રાત્રિના ૮ કલાકે વેજલપુરમાં ભવ્‍ય રોડ શો બાદમાં જાહેરસભા સંબોધશે. જેના બાદ આવતી કાલે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. આવતીકાલે ૧૯ એપ્રિલને શુક્રવારના રોજ કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે બપોરે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી બાદ દિલ્‍હી પરત ફરશે.

સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્‍ટેન્‍ડ (APMC સર્કલ)થી રોડ શો શરૂ થયો હતો. જેસાણંદ તાલુકા પંચાયત કચેરી,ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્‍ટેન્‍ડ થઈ, સાણંદ-નળ સરોવર ચોકડી ખાતે સમાપન થયું હતું. કલોલ ખાતે જે.પી. ગેટથી શરૂ થઈડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા,ભવાની નગર ચાલી, ખુની બંગલા તળાવ રોડ થઈને ટાવર ચોક ખાતે રોડ-શોનું સમાપન થયું હતું.

જ્‍યારે બપોર બાદ સાબરમતી રોડ-શૉ સરદાર પટેલ ચોકથી શરૂ થઈ વિજય રામી સર્કલ,શ્રી વિનું માંકડ મ્‍યુનિસિપલ સ્‍વિમિંગ પુલ,શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, શાંતારામ કોમ્‍યુનિટી હોલ,ચાંદલોડિયા રોડ ખાતે પૂર્ણ થશે.

ઘાટલોડિયા રોડ-શૉ ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્‍શન,અમૂલ ઔડા ગાર્ડન ચોક, પ્રભાત ચોક,વીર મહારાણા પ્રતાપની પ્રતિમા,ગૌરવ પથ, રન્ના પાર્ક, નિર્ણયનગર ખાતે સમાપન થશે. જ્‍યારે નારણપુરા રોડ રન્ના પાર્ક,ચાય વાલે,પટેલ ડેરી,એ. ઇ. સી. બ્રિજ,સહજાનંદ એવન્‍યુ,સોલાર ફ્‌લેટ જયદીપ હોસ્‍પિટલ,લોયલા સ્‍કુલ ક્રિષ્‍ના ડેરી ખાતે પૂર્ણ થશે.જયારે વેજલપુર રોડ-શૉ જીવરાજ પાર્કથી શરૂ થઇ તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી,વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર ખાતે સમાપન થશે અને જાહેરસભાને અમિતભાઇ સંબોધન કરશે

(3:37 pm IST)