Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વલસાડના સરોધી નજીક ત્રિપલ અકસ્માત :બે ટ્રક અને ટેન્કર અથડાતા એકનું મોત :5 ઘાયલ

વલસાડના સરોધી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.બે ટ્રક અને ટેન્કર અથડાતા એકનું મોત નીપજ્યું હતું જયારે પાંચ લોકો

  મળતી વિગત મુજબ વલસાડના સિરોધી નજીક ટ્રિપલ અકસ્માતમાં બે ટ્રક અને ટેન્કર એકબીજા સાથે અથડાયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ઘાયલ 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતને કારણે ટેન્કરમાંથી ગેસ લિકેજ થવા લાગ્યો હતો. જેને કારણે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડતી થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે પહોંચીને ગેસ લિકેજ પર કન્ટ્રોલ મેળવ્યો હતો.

આ અકસ્માતને પગલે અમદાવાદ-મુંબઈ હાઈવે પર ચક્કાજામ થયો હતો. જેથી પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમને ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરવો પડ્યો હતો.

(10:13 pm IST)