Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અમદાવાદના સ્‍વીમીંગ પુલમાં ડુબી જવાથી બાળાનું મોતઃ પોલીસ તપાસનો ધમધમાટ

અમદાવાદઃ ફરી સ્વિમિંગ પૂલમાં ડૂબવાની ઘટના બની. ગઈ કાલે સાંજે કાંકરિયા ઈકા ક્લબના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી એક કિશોરીનું મોત નીપજ્યું છે. સુરક્ષા ગાર્ડ અને સિક્યોરિટીના અભાવે ઘટના બની.

મળતી વધુ માહિતી મુજબ, હજી બે દિવસ પહેલાં જ વડોદરામાં મનપા સંચાલિત લાલબાગ સ્વિમિંગ પૂલમાં 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત. ગઈ કાલે સાંજે કાંકરિયા ઈકા ક્લબના સ્વિમિંગ પૂલમાં એક કિશોરીનું ડૂબી જવાથી મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ વધુ તપાસ કરી રહી છે. સિક્યોરિટી અને સુરક્ષા ગાર્ડના અભાવે ઘટના સર્જાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે કિશોરીના મૃતદેહને પીએમ માટે મોકલી દીધો છે.

(8:05 pm IST)