Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વડોદરાના શખ્સો અમદાવાદમાં આવીને સસ્તા ટીવી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને વેચતા ઝડપાયા

વડોદરાઃ વડોદરાના પાદરા રોડ પર આવેલી આરુણી રેસિડન્સીમાં રહેતા કેટલાક શખસો અમદાવાદમાંથી સસ્તા ભાવે ટીવી ખરીદી તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર અને માર્કા લગાવી આવા ટીવી વેચી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી બિપીન ભીખાભાઇ સાકરિયા, ચિરાગ બાબુભાઇ સેલડિયા અને અક્ષય રમેશ સેલડિયાને ઝડપી લઇ આશરે રૂ.૪ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

(6:48 pm IST)