Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

આનંદના રાવડાપુર પાસે કેમિકલ ભરેલ ટેન્કરમાં આગ

આણંદ:  જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ રાવળાપુરા ગામની સીમમાં આજે સવારના સુમારે કેમીકલ ભરીને જઈ રહેલ એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા ગણતરીની ક્ષણોમાં જ ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. જો કે આગ લાગ્યાની જાણ ટ્રકચાલકને થતાં જ ટ્રકચાલકે ટ્રકને રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. આ ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગડને થતાં ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વધુમાં મળતી વિગતો મુજબ વડોદરાના સાકળદા ખાતે આવેલ ફર્ટીલાઈઝર નગર સ્થિત ભાવના રોડવેઝની ટ્રક નં.-જીજે-૧૩ ડી-૫૪૩૨નો ચાલક આજે સવારના સુમારે અમદાવાદ ખાતેની કંપનીની ઓફિસમાંથી કેમીકલના બોક્સ તથા અન્ય ચીજવસ્તુઓ ભરી વડોદરા ઓફિસ ખાતે આવવા માટે નીકળ્યો હતો. દરમ્યાન સવારના લગભગ ૯:૦૦ કલાકની આસપાસના સુમારે ભાવના રોડવેઝની આ ટ્રક આણંદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.-૮ ઉપર આવેલ સામરખા ચોકડીથી રાવળાપુરા સીમ નજીક પહોંચી હતી. ત્યાં અચાનક ટ્રકમાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૃપધારણ કરતા ટ્રકમાંથી ધુમાડાના ગોટેગોટા શરૃ થયા હતા. દરમ્યાન અન્ય વાહનચાલકોએ ટ્રકચાલકને આ અંગે જાણ કરતા ટ્રકચાલકે સમય સુચકતા વાપરી ટ્રકને રોડની સાઈડમાં થંભાવી દીધી હતી અને પોતે ટ્રકમાંથી ઉતરી ગયા હતા

(5:28 pm IST)