Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વિઝાના બહાને લોકોને રૂપિયા લઈને વડોદરાનું એજેન્ટ કરોડો રૂપિયા સાથે ફરાર

વડોદરા: અલકાપુરી વિસ્તારમાં વધુ એક વિઝા કન્સલ્ટન્ટનું ઉઠમણું થતા અનેક ગ્રાહકોના લાખો રૃપિયા ડૂબ્યા છે.વિઝાના નામે ઉઘરાણુ કરનાર સંચાલક વિદેશ ફરાર થઇ ગયો હોવાની વિગતો ખૂલી છે. દંપતી સહિત ચાર જણાએ રૃા.૨૩ લાખ અને પાસપોર્ટ ગુમાવતા ગુનો દાખલ પાદરાના અરિહંત બંગ્લોઝમાં રહેતી પ્રિયંકા પટેલે પોલીસને જણાવ્યુ છે કે,તા.૨૯-૨-૨૦૧૬ના રોજ મારા લગ્ન બોરસદના હિરેન રાવજીભાઇ પટેલ સાથે થયા હતા.અમે બંને પતિ-પત્નીએ કેનેડા જવાનું પ્લાનિંગ કર્યુ હતુ. અલકાપુરીના સિધ્ધાર્થ કોમ્પ્લેક્સમાં એચ આર ઇમિગ્રેશનના નામની ઓફિસ ધરાવતા હિરેન પ્રવિણભાઇ પટેલ (રહે.માલસર, શિનોર) અમારા પરિચિત હોઇ તેનો સંપર્ક કર્યો હતો.હિરેને અમારા બંનેના કેનેડાના વર્ક પરમિટ માટે રૃા.૧૪ લાખ,પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ મેળવ્યા હતા. સાતેક મહિના પહેલા તેણે પતિનો પાસપોર્ટ પરત આપ્યો હતો અને મારો પાસપોર્ટ રાખ્યો હતો.તેણે પ્રોસેસ ચાલુ છે..તેવા બહાના બતાવ્યા હતા.બે મહિના પહેલા તે ઓફિસ બંધકરીને વિદેશ ફરાર થઇ ગયો છે. હિરેને ધુ્રવેશ પટેલ (રહે.પરિવાર સોસાયટી-૨) પાસે રૃા.૫.૫૦ લાખ અને ઘનશ્યામ પટેલ (રહે.પાનસરવાડ,પાદરા) પાસે રૃા.૩.૫૦ લાખ મળી કુલ રૃા.૨૩ લાખની રકમ અને પાસપોર્ટ પડાવી લીધા છે.ગોત્રી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:28 pm IST)