Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વડોદરા: હાથીખાનાના વેપારીની દારૂ બનાવવા ગોળની સપ્લાઈ મામલે અટકાયત

વડોદરા: દેશી દારૃના ઉપયોગમાં લેવાતો અખાદ્ય ગોળનો જથ્થો હાથીખાનાના વેપારી ગાંધી ટ્રેડર્સે છુપાવી રાખ્યો હતો જો કે પોલીસે દરોડો પાડી દેશી દારૃના ધંધાર્થીઓ પાસે અખાદ્ય ગોળનો જથ્થો પહોંચે તે પહેલા ઝડપી પાડયો હતો. પોલીસે વેપારી સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી રૃા.૧૩.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીપુરા ગામે રહેતો સીરાજ મુસાભાઇ પટેલ પોતાના મરઘા ઉછેર કેન્દ્રમાં મોટા જથ્થામાં અખાદ્ય ગોળનો જથ્થો રાખી દેશી દારૃના ઉત્પાદન માટે વેચાણની પ્રવૃત્તી કરે છે તેવી બાતમીના આધારે આર. આર. સ્ક્વોર્ડના માણસોએ દરોડો પાડયો હતો અને મરઘા કેન્દ્રમાં ઉભેલી એક ટ્રક, ટાટા ટેમ્પો તેમજ એક રૃમમાંથી ૧૬૦૨૦ કિલો વજનની ૫૩૪ અખાદ્ય ગોળની બેગો મળી હતી. પોલીસે ટ્રક, ટેમ્પો અને અખાદ્ય ગોળનો જથ્થો મળી કુલ રૃા.૧૩.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યુ હતુ કે ગોળનો જથ્થો પુણેથી લાવવામાં આવ્યો હતો અને તેને કલોલ ખાતે ખાલી કરવાનો હતો તેમજ ગોળનો જથ્થો હાથીખાનામાં ગાંધી ટ્રેડર્સ નામની પેઢીના વેપારી પ્રતિક ગાંધીએ મંગાવી મરઘા કેન્દ્રમાં રાખ્યો હતો. દરમિયાન પોલીસે સીરાજ મુસા પટેલ, પ્રતીક હસમુખ ગાંધી (રહે.હાઉસીંગ સોસાયટી, હાલોલ, પંચમહાલ) અને ડ્રાયવર હમીદ મનુ રાયમલ (રહે.મોતીબાગ, ભાવનગર)ની ધરપકડ કરી હતી.

(5:28 pm IST)