Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અખાત્રીજના પવન દિને શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને કલાત્મક ચંદનના વાદ્યા ધરાવ્યા...

અમદાવાદઃ ભૂમંડળ સ્થિત તીર્થોત્ત્।મ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી દ્યનશ્યામ મહારાજ, શ્રી હરીક્ર્ષ્ણ મહારાજને અક્ષય તૃતીયાના નિમિત્ત્।ે ચંદનના કલાત્મક ડીઝાઇન કરી વાદ્યા – શણગાર પૂજનીય સંતોએ ધારણ કરાવ્યા હતા. વર્ષોથી ભગવાનને ચંદનના વાદ્યા ધારણ કરાવવાની પરંપરા છે. વચનામૃત શાસ્ત્રમાં કહ્યું છે કે, ઋતુ પ્રમાણે ભગવાનની સેવા કરવી જોઈએ. હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ચંદન ઠંડક આપતું હોવાથી ભગવાનને ગરમીમાં ઠંડક મળી રહે તે માટે ચંદનના વાદ્યા બનાવી અને પૂજારી સંતો ભગવાનને ધારણ કરાવે છે.ઉનાળામાં ગરમીની સિઝનમાં હીટવેવની સ્થિતિમાં ઠંડક બક્ષે તે માટે સુગંધીમાન મલીયાગર ચંદનના કલાત્મક વાદ્યા શણગાર ધરાવી પ્રભુભકિત સંતોએ અદા કરી હતી. જેથી ભગવાનને તીવ્ર ગરમીમાં શીતળતા મળે છે.

(4:44 pm IST)