Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વર્લ્ડ હેરીટેજ દિવસની પૂર્વ સંધ્યાએ ભુજ-કચ્છના પ્રાગમહેલના પ્રાંગણમાં ધર્મ અને સંસ્કૃતિનું મિલન...

અમદાવાદઃ આજે સમગ્ર વિશ્વમાં ૧૮ મી એપ્રિલ ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટસ  એન્ડ સાઈટસ - વર્લ્ડ હેરીટેજ ડે – વિશ્વ વિરાસત દિવસ  ઊજવવામાં આવે છે. ઈ.સ. ૧૯૬૫ માં શરુ કરાયેલી હેરીટેજ ડે ની ઉજવણીના આ વર્ષે ૫૩ વર્ષ પુરા કરશે.  ફકત આ પૃથ્વી ઉપર એટલી વિવિધતાઓ છે કે દુનિયાની સારી સંસ્થાઓ માટે સૌથી મુશ્કેલ કામ હોય છે કે દુનિયાની આવી ઐતિહાસિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક ધરોહરોને આવનાર પેઢી સાચવી શકે. આવી જગ્યાઓ અને ઈમારતોને વર્લ્ડ હેરીટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને તે આ લીસ્ટમાં મૂકવાનું કામ UNESCO નું છે.  વિશ્વમાં રહેલા માનવ સંસ્કૃતિના ભવ્ય વારસાને સાચવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ માનવો હેરીટેજ સાઈટનું મહત્ત્વ સમજે અને તેનું જતન કરે.

કચ્છ, ગુજરાત અને છેક વિદેશમાં પણ ધર્મ સાથે સેવા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન હમેશા નવતર આયોજન કરે છેજ. ઉનાળામાં કચ્છના અબોલ પશુઓને દ્યાસચારાની મદદ હોય કે પછી આરોગ્ય અને સેવાના કાર્યો... જો કે આ વખતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને કંઇક નૂતન જ કાર્ય કર્યું.  વર્લ્ડ હેરીટેજ ડેની પૂર્વ સંધ્યાએ કચ્છના લોકો કચ્છની સંસ્કૃતિ અને તેના ભવ્ય ઐતિહાસિક વારસાથી પરિચિત બની એની જાળવણી માટે જાગૃત થાય એ આશયથી એક સુંદર આયોજન ભુજ-કચ્છના પ્રાગમહેલના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્ત્।મપ્રિયદાસજી સ્વામીજી મહારાજની ઉપસ્થિતિમાં સંતો-ભકતો, ઈતિહાસવિદો, નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી, બોર્ડર રેંજ આઈ. જી. પીયુષ પટેલ, બી.એસ.એફ.ડી,આઈ.જી. આઈ.કે. મહેતા, કચ્છ યુનિવર્સીટીના કુલપતિ ચંદ્રસિંહ જાડેજા, ડો.રીઝવાન કાદરી, ભુજના નાગરિકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વર્લ્ડ હેરીટેજ ડે કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ સાથે આશીર્વચન પાઠવતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્ત્।મપ્રિયદાસજી સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે, કચ્છ હેરીટેજ સ્થળોનું એક પ્રાચીન નગર છે. અને તેની ભવ્ય ઐતિહાસિક ધરોહરની જાળવણી કરીએ અને જાળવીએ..એવી સૌને સમાજ તેમજ ટકોર કરી હતી.

(4:43 pm IST)