Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મુખર્જીના બલીદાનને યાદ કરોઃ હિન્દુ હેલ્પલાઇન શરૂ કરવાની તોગડીયાની જાહેરાત

પ્રવિણભાઇના ઉપવાસનો આજે બીજો દિવસઃ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યાઃ ચાર વખત કપડા બદલનારા વિચારધારા પણ બદલે છે : સંત ગૌરાંગ શરણઃ ટ્રિપલ તલાકનો મુદ્દો મુસ્લિમ ધર્મગુરૂઓનો તેમાં સરકાર હસ્તક્ષેપ ના કરે : કૌશીક મહેતા : પ્રવીણભાઇ તોગડીયાને સુગર અને બ્લડ પ્રેશરની ફરીયાદ મેં મુખ્યમંત્રીનું પદ ના સ્વીકાર્યુ એટલે મોદી સીએમ અને પીએમ બન્યા : મંદિરની વાત છોડવી જ હતી તો, કારસેવકોને કેમ મરાવ્યા ? : તોગડીયા

રાજકોટ તા.૧૮ : વીશ્વ હિન્દુ પરીષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય  અધ્યક્ષ પ્રવીણભાઇ તોગડીયાના ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છ.ે આજે બીજા દિવસે પણ તોગડીયાએ નરેન્દ્રભાઇ અને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી.તેમણે જણાવ્યું હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીના બલીદાનને યાદ કરવાની જરૂર છે. હું આરએસએસ વીએચપીમાં ન રહીને પણ હિન્દુ સેવા કરતો જ રહીશ એ માટે હિન્દુ હેલ્પલાઇન શરૂ કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. જેમાં એક ફોન દ્વારા દેશના કોઇપણ ખુણેથી મદદ મળશેનું તેમણે જણાવેલ.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવેલ કે હું જયારે પ્રેકટીસ કરતો ત્યારે મફતમાં સેવા આપતો હતો ભલે મારી પાસે સત્તા નથી પણ લોક કલ્યાણ માટે કામ કરતો રહીશ કેન્દ્ર સરકારે મંદિર મુદ્દે કાયદો બનાવવાનું પણ વચન આપેલ તે પુરૂ કર્યું નથી. આ ઉપરાંત ફરીથી તેમણે ગૌહત્યા મામલે પણ મોદી સરકારને પ્રશ્નો કર્યા હતા.

ૅ૦ઙ્ગ.ઙ્ગસ્નં્યત્ર્દ્દ્રિંહું જે માંગ કરી રહ્યો છું તે કંઈમારી નહીં પણ દેશના તમામહિન્દુઓની છે. ત્યારે મને ધક્કામારીને વીએચપીમાંથી બહારકાઢી મૂકયો છે. મેં વડાપ્રધાનનીખુરશી કે આ નો થેલો કે પકોડાનીલારી માગી નથી. જો કે પૂર્ણબહુમતની સરકાર બનશે ત્યારેહિન્દુઓની તમામ માંગો ચપટીવગાડતા જ પૂરી થઈ જશે. તેવાવચન આપવામાં આવ્યા હતા.પરંતુ હું તો આ ચપટીનો અવાજસાંભળવા ચાર વર્ષથી કાનમાંમશીન નાંખીને બેઠો હતો કે કયારેમારા મોટાભાઈ નરેન્દ્રભાઈ મોદીચપટી વગાડે અને આ માંગો પૂરીથાય. પરંતુ તેવું થયું જ નહીં. એમઉપવાસ આંદોલન ઉપર બેસતાપહેલા વીએચપીમાંથીતાજેતરમાં હકાલપટ્ટી કરાયેલા પ્રવિણભાઈ તોગડિયાએ જણાવ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ પ્રવિણ મોદી સામે જાહેરમાં મોરચોમાંડયો છે. અયોધ્યામાંરામમંદિર બનાવવા સહિતહિન્દુઓની વિવિધ માગણીઓનેલઈને તોગડિયા સોમવારે અમદાવાદના પાલડી સ્થિતવીએચપી કાર્યાલય પાસેઆમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસ ઉપર બેસતા પહેલા ં તેમણે પી.એમ.મોદી ઉપર આકરા પ્રહાર કર્યાહતા. સંબોધનમાં પ્રવિણભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કેવર્ષોથી હિન્દુઓ માટે કામ કરતોઆવ્યો છું. ત્યારે હિન્દુઓનાહિતવાદી મોદી સરકાર આવીત્યારે છેલ્લા ચાર વર્ષથી પી.એમ.મોદીને સમજાવતો રહ્યો અને હાથજોડીને કહેતો રહ્યો કે રામમંદિરબનાવવા મુદ્દે કાયદો બનાવો પરંતુમાનુ ના માન્યુ અને મને કહ્યું કેકાનૂન બનાવવાની માંગ છોડી દો. વધુમાં તોગડિયાએ કહ્યું હતુંકે મેં સરકાર પાસે રૂ.પ૦૦ કરોડની હોસ્પિટલ માટે પૈસામાંગ્યા નથી, પીએમની ખુરશીમાંગી નથી, કોર્પોરેટરની ટિકિટમાંગી નથી, તે તો ઠીક મેં તોગેસનું સિલિન્ડર પણ માગ્યુ નથીમેં જે માંગ્યુ છે તે હિન્દુઓ,આરએસએસ, વીએચપી,ભાજપની માંગ હતી.

મોદી આપેલા વચનોથી ફરીગયા છે આપેલા વાયદાથી મૂકરીગયા છે. જયારે આ મુદ્દો ઉઠાવું છું ત્યારે તેઓ કહે છે મારે મોદીજોડે વ્યકિતગત ઝઘડો છે. શુંહિન્દુઓના હિતમાં માંગ કરવીતેને વ્યકિતગત ઝઘડો કહેવાય

ખરો ? વધુમાં તેમણે કહ્યું કે હું આજેજે માંગ કરૃં છું તે ચાર વર્ષ પહેલા મોદી અને ભાજપના કાર્યકર્તાઓકરતા હતા. નોટબંધી કરીનેબધાના પૈસા ભાઈ મોદી લઈગયો. નોટબંધી દ્વારા પૈસાબેન્કોને આપવામાં આવ્યા અનેબેન્કોમાંથી પૈસા લઈને નિરવમોદી ભાગી ગયો. આજેએટીએમમાં નાણાં નથી તેના માટેનિરવ મોદી અને માલ્યા જેવા મોદીના પૈસા વધી મળી જાત તો દેશમાંખેડૂતોના દેવા માફ જાત જતા અનેરોજગારી વધતી.

વધુમાંતોગડિયાએ મોદી સરકારનેઆડેહાથ લેતા કહ્યું હતું કે પેટ્રોલરૂ.૮૦ રૂપિયાનું લીટર વેચીનેમોદી સરકાર ઉઘાડી લૂંટ ચલાવીરહી છે. શ્રીલંકા, ભારત પાસેથીપેટ્રોલ ખરીદીને સસ્તુ વેચે છે.જયારે અહીના ૧ લીટર પેટ્રોલરૂ.૮૦મા વેચીને રૂ.૪૦સરકાર લઈ જાય છે.

તોગડિયાને મોદીને આડેહાથલેતા કહ્યું કે સત્તામાં ન હતા ત્યારેગૌરક્ષકો ભાઈ લાગતા હતા અનેઅત્યારે ગુંડા લાગે છે. મનરેગા,આધાર, જીએસટી, પાકિસ્તાનસાથે સંબંધ, એફડીઆઈ સેકસએજયુકેશન જેવા મુદ્દે મોદી સરકારેયુ-ટર્ન માર્યો છે.

કોંગ્રેસનાશાસનમાં આ બધા જ મુદ્દાઓનેવિરોધ કરનારા આજે તેનો જ અમલ કરી રહ્યા છે. પાકિસ્તાનનેશબક શીખવાડયાની વાતોકરનારા નવાઝ શરીફની કેકખાઈ રહ્યા છે. દેશના જવાનોને મારનારા આજે ખાસ મિત્રો બનીગયા છે ત્યારે પ૬ ઈંચની છાતી સુરક્ષિત નથી લોકો મોંઘવારીથીપરેશાન છે અને મોદી વિદેશ યાત્રાકરવા નીકળી ગયા છે.

જીએસટીઅને નોટબંધી કરીને મોદીએવેપારીઓના વેપારની હત્યા કરી દીધી હતી. સત્તામાં ન હતા ત્યારેવેપારીઓ સારા લાગતા હતા. હવેચોર લાગે છે. એમ કહીનેતોગડિયા મનભરીને મોદી ઉપરઆકરા પ્રહાર કર્યા હતા. ત્યાર બાદ રામમંદિર બનાવવાનો કાયદો, કોમન સિવિલ કોડસહિતના હિન્દુઓના હિતનામુદ્દાઓની માંગણી સાથે હિન્દુફસ્ટેના બેનર હેઠળ પ્રવિણતોગડિયા આમરણાંત ઉપવાસઉપર બેઠા હતા જેમાં મોટીસંખ્યામાં સંતો-મહંતો તથાકેટલાક રાજકીય અગ્રણીઓજોડાયા હતા. ઉપવાસના સમર્થનમાં હાદિકના પિતા ભરતપટેલ જોડાયા હતા.

(4:04 pm IST)