Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અંબાજી માતાજી મંદિરે દર્શન- આરતીના સમયમાં ફેરફાર

રાજકોટ, તા.૧૮ : અંબાજી મંદિરના દર્શન-આરતીના સમયમાં ફેરફાર થયો છે. બુધવારથી દર્શન-આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે. અખાત્રીજથી અષાઢીબીજ સુધી ફેરફાર અમલમાં રહેશે. અંબાજી મંદિરમાં આરતી હવે ૩ વાર કરવામાં આવશે. અગાઉ ૨ વખત માતાજીની આરતી કરવામાં આવતી હતી પણ હવે એકવાર વધારે આરતી કરવામાં આવશે.

મંદિરમાં મંગળાઆરતી સવારે ૭ વાગ્યે કરવામાં આવશે. બીજી આરતી બપોરે ૧૨.૩૦ વાગે અને સંધ્યા આરતી સાંજે ૭.૦૦ વાગ્યે કરવામાં આવશે. માતાજીના દર્શનના સમયની વાત કરીએ તો સવારે ૭.૩૦થી ૧૦.૪૫ વાગ્યા સુધી દર્શન કરવામાં આવશે. સવાર પછી બપોરે ૧ વાગ્યાથી સાથે ૪.૩૦ વાગ્યા સુધી દર્શન કરવામાં આવશે. સંધ્યા આરતી બાદ ૯.૧૫ સુધી માતાજીના દર્શન માટે દ્વાર ખુલ્લા રાખવામાં આવશે.

અંબાજી મંદિરમાં હવે ૩ વાર આરતી થશે જેમાં સવારે ૭, બપોરે ૧૨:૩૦, સાંજે ૭ વાગ્યે આરતી કરાશે. સવારે ૭:૩૦ થી ૧૦:૪૫ વાગ્યા સુધી દર્શન કરી શકાશે, બપોરે ૧ વાગ્યાથી ૪:૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે.  સાંજે ૭:૩૦ થી ૯:૧૫ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. અખાત્રીજથી અષાઢીબીજ સુધી ફેરફાર રહેશે.(૨૩.૬)

(12:10 pm IST)