Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

RBIએ ગુજરાત સરકારની ચેતવણીને ધ્યાને લીધી હોત તો ચિત્ર અલગ હોત

ગાંધીનગર તા. ૧૮ : નોટબંધી બાદ રોકડના કકળાટને લઇને દેશમાં ફરી એકવાર અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. એકબાજુ સરકાર અને આરબીઆઇ દેશમાં રોકડ માટે પ્રયત્ન કરી રહી છે, તો બીજી તરફ સામાન્ય માણસ એટીએએમના ચક્કર લગાવી રહ્યો છે. દેશમાં કેશની અછત જોવા ન મળતાં જો ભારતની રીઝર્વ બેન્કે ગુજરાત સરકારની ચેતવણીને નજરઅંદાજ ન કરી હોત તો.

એક રિપોર્ટ મુજબ ગુજરાત સરકારે કેશના કકળાટ અગાઉ જ રોકડની અછત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણને લઇને આરબીઆઇને એલર્ટ કર્યું હતું. જેમાં કેન્દ્રીય બેન્કોમાં આ પરિસ્થિતિમાં કેશ સપ્લાય વધારવા માટે જણાવામાં આવ્યું હતું. ખરેખર ગુજરાતમાં તે સમયે ઘણી બેન્કોમાં કેશની અછત અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

જો કે કેશ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પત્રકાર પરિષદ યોજી દેશના લોકોને ભરોસો આપ્યો છે કે દેશમાં કોઇપણ પ્રકારની કેશની ઉણપ નથી. સરકાર પાસે હજુ પણ અંદાજે ૨ લાખ કરોડ રૂપિયા છે અને છેલ્લા ૧૦-૧૫ દિવસથી ૫૦૦ રૂપિયાની નોટનું છાપકામ પણ વધારવામાં આવ્યું છે.

તો બીજી તરફ કેન્દ્રીય નાણાપ્રધાન અને રાજયનાણાં પ્રધાન શિવ પ્રતાપ શુકલએ દાવો કર્યો છે કે કેશનું સંકટ આગામી ત્રણ દિવસમાં દૂર કરી દેવામાં આવશે.(૨૧.૧૩)

 

(8:12 pm IST)