Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભીડ ભેગી કરવા બસનો ઉપયોગ પણ ભાડું ચુકવવામાં ઠાગાઠૈયા : સરકારે કોર્પો,ને એએમટીએસ બસનું 2,67 કરોડ ભાડું ચુકવ્યું નથી

અમદાવાદ :સરકારના કોઈપણ કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા એએમટીએસ બસનો ઉપયોગ કરાઈ છે પરંતુ કોર્પોરેશનને સરકાર ભાડું ચુકવતી નથી.કાર્યક્રમો પૂર્ણ થયાને મહિનાઓ વીતી ગયા હોવા છતાં સરકારે કોર્પોરેશનને એએમટીએસનું 2 કરોડ 67 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું નથી. બાકી રહેલા ભાડામાં રન ફોર યુનિટી કાર્યક્રમમાં 121 એએમટીએસ બસનું 8 લાખ 43 હજાર જેટલું ભાડું બાકી છે. કાંકરીયા કાર્નિવલ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાયેલી 128 બસનું 11 લાખ 40 હજાર જેટલું ભાડું નથી ચુકવાયું. સિવાય પતંગ મહોત્સવ વખતે ઉપયોગમાં લેવાયેલી 116 બસનું 11 લાખ 17 હજાર જેટલું ભાડું બાકી છે.

   બીજા સરકારી કાર્યક્રમોમાં સિનિયર સિટીઝન નગરયાત્રા કાર્યક્રમમાં લવાયેલી 129 બસનું 13 લાખ 65 હજાર રૂપિયાનું ભાડું નથી ચુકવાયું. વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઉપયોગમાં લેવાયેલી 183 બસનું 16 લાખ 53 હજાર જેટલું ભાડું બાકી છે અને આંગણવાડી બહેનોને લઈ જવા માટે ઉપયોગમાં લેવાયેલી 55 એએમટીએસ બસનું 5 લાખ 68 હજાર રૂપિયાનું ભાડું બાકી છે. રીતે પ્રજાના ટેક્સના નાણાંનો બગાડ થતો હોવાથી વિપક્ષે પણ સત્તાધારી પક્ષ પર પ્રહાર કર્યા છે અને બાકી નાણાં વસૂલવાની માગ કરી છે.

(12:13 am IST)