Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અમદાવાદ:સમરસ હોસ્ટેલ બહાર હોબાળો :મોડીરાત્રે 300થી વધુ વિદ્યાર્થીઓના ધરણા

સારું ભોજન અને પાણીની યોગ્ય વ્યવસ્થા નહિ હોવાના આક્ષેપ:જમવાનું મૂકીને ધરણા સુત્રોચાર કર્યા

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલ સમરસ હોસ્ટેલની બહાર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે આજે મોડીરાત્રે આશરે 300થી વધારે વિદ્યાર્થીઓ હોસ્ટેલ બહાર ધરણા ઉપર બેઠા હતા. હોસ્ટેલમાં ઘણા સમયથી સારું ભોજન અને પાણીની વ્યવસ્થા ન હોવાના વિરોધમાં વિદ્યાર્થીઓએ સુત્રોચાર કર્યા હતા.

   મળતી વિગત મુજબ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હોસ્ટેલમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓ હોસ્ટેલની બહાર સુત્રોચ્ચાર કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 300 વિદ્યાર્થીઓ હોસ્ટેલનું જમવાનું મુકીને હોસ્ટેલની બહાર ધરણા ઉપર બેઠા હતા.

    હોસ્ટેલમાં છેલ્લા કેટલાય સમયથી સારૂં ભોજન ન મળતું હોવાની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ધરણા ઉપર બેઠા હતા. આ ઉપરાંત હોસ્ટેલમાં પીવાના પાણીની પણ કોઇ પુરતી સુવિધા  ન હોવાથી વિદ્યાર્થીઓને હેરાનગતીનો સામનો કરવો પડતો હોવાની પણ વિદ્યાર્થીઓમાં ફરિયાદ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, ગરીબ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને સારો અભ્યાસ કરી શકે તેના માટે ગુજરાત સરકારે સમરસ હોસ્ટેલો બનાવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હોસ્ટેલમાં પીવાના પાણી અને સારું ભોજન જેવી પ્રાથમિક સુવિધાની પુરતી વ્યવસ્થા ન હોવાની ફરિયાદ સાથે આશરે 300 વિદ્યાર્થીઓ ધરણા ઉપર બેઠા હતા.

(11:48 pm IST)