Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભરૂચ જિલ્લામાં યુથ કોંગ્રેસ અને આઈટી સેલ દ્વારા બેરોજગારીના મુદ્દે રેલી

ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવતી વેળાએ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ભરૂચ :ભરૂચ જિલ્લામાં યુથ કોંગ્રેસ અને આઈટી સેલ દ્વારા બેરોજગારીના મુદ્દે રેલી યોજાઈ હતી કોંગ્રેસ દ્વારા આયોજિત આ રેલી દેરોલ ગામેથી રવાના થઈ હતી.રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવતી વખતે કોંગ્રેસના કાર્યકર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે થોડીવારમાં સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો
   કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે કે, ભરૂચમાં મોટા પ્રમાણમાં ઔધોગિક વસાહત આવેલી છે તેમ છતા ભરૂચ જિલ્લાના યુવાનો રોજગારી માટે ભટકવુ પડે છે.

(11:56 pm IST)