Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

સુરતમાં હીરાના વેપારીનો ૧ર વર્ષનો પુત્ર ભવ્‍ય દિક્ષા લેશેઃ બોલીવુડ સ્‍ટાઇલ અને બાહુબલી થીમ પર ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન

સુરત : સુરતમાં એક હીરાના વેપારીનો 12 વર્ષનો પુત્ર દિક્ષા લેશે. આ દિક્ષા સમારોહ દરમિયાન પુત્ર ભવ્યની બોલિવૂડ સ્ટાઇલ તથા બાહુબલી થીમ પર ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. આ અગાઉ ભવ્યની બહેને પણ દિક્ષા લીધી હતી.

સુરતના પાર્લેપોઇ્ન્ટ વિસ્તારમાં રહેતા દિપેશભાઇ હીરાના વેપારી છે. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. થોડા સમય પહેલા જ તેમની દિકરીએ દિક્ષા ગ્રહણ કરી લીધી હતી. જો કે હવે તેમનો બાર વર્ષનો દિકરો ભવ્ય પણ દિક્ષા લેશે. આજથી ભવ્યની દિક્ષાનો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. આજે જૈન ધર્મગુરુને દિક્ષા અપાવવા માટે આમંત્રિત કરવામા આવ્યા હતા.

ત્રણ દિવસ સુધી ચાલનારા આ દિક્ષા સમારોહમાં બોલિવૂડ સ્ટાઇલ તથા બાહુબલી થીમ પર ભવ્યની શોભાયાત્રા કાઢવામાં આવશે. ભવ્ય જ્યારે દિક્ષા લેવા જઇ રહ્યો છે ત્યારે તેમના પરિવારજનોમા ખુબ જ આનંદનો માહોલ છવાઇ ગયો છે.

(7:23 pm IST)