Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રાજપીપળા - કેવડીયા માર્ગ પર ગાડીનાં છાપરે મુસાફરો બેસાડતા ચાલકો સામે પગલાં ક્યારે..? કે હપ્તા વસૂલી.?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં એસટી બસોની સંખ્યા નહિવત હોવાનાં કારણે મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે પરંતુ ખાનગી વાહનોમાં ઘેટાં બકરાંની માફક મુસાફરો ભર્યા બાદ વાહનના છાપરે પણ જોખમી સવારી કરાવતા ચાલકો સામે કડક કાર્યવાહી જરૂરી જણાઈ છે

રાજપીપળા એસટી ડેપોથી નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં જતી ઘણી ઓછી બસ સુવિધા હોવાથી કામ ધંધા અર્થે રાજપીપળા આવતા જતા લોકો એ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે જેમાં જોખમી સવારી થતી હોવાના દ્ર્શ્યો જોવા મળ્યા હતાં,રાજપીપળા થી કેવડીયા તરફ જતા ખાનગી વાહનોનાં છાપરે મુસાફરો બેસાડી બેફામ વાહનો હંકારી જતા ચાલકો ને કેમ કોઈ અટકાવતું નથી..? આંખ આડા કાન કરવા પાછળ હપ્તા વસુલી જવાબદાર છે..? તેવા પ્રશ્નો હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ પોતાના રોટલા શેકવા માટે મુસાફરોની જીંદગી જોખમ માં મૂકે છે તેમ પણ ચર્ચા હાલ સંભળાઈ રહી હોય માટે ભલે ખાનગી વાહનો ફરતા રહે પરંતુ તેમાં નિયમ મુજબ ગણતરીનાં મુસાફરો બેસાડાય તો કોઈ જોખમ ઊભુ નહિ થાય.નહિ તો ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો છાપરે બેઠેલા મુસાફરોનાં માથે જોખમ ઉભુ થઈ શકે છે.

(11:26 pm IST)