Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અનિવાર્યતા જણાશે તો H3N2ના દર્દીઓનું જીનોમ સિકવન્સિંગ કરાશે: ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રીએ કહ્યું - H3N2 વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ

ગાંધીનગર :  રાજ્યમાં હાલમાં વાયરલ ઇન્ફેશનથી સંક્રમિત ઘણા દર્દીઓ છે તેમજ  H1N1  અને H3N2 ના દર્દીઓ પણ જોવા મળે છે ત્યારે નિષ્ણાત તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફ્લુના લક્ષણો મુજબ તેની સારવાર નક્કી કરી શકાય છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં H3N2 સીઝનલ ફ્લુથી એક પણ મૃત્યુ નોંધાયેલ નથી.

 

આરોગ્ય મંત્રીએ  વિશેષ વિગતો આપતા  જણાવ્યું હતું કે H3N2 વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે

(9:56 pm IST)