Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

અમદાવાદના બહુચર્ચિત બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહની સજા રદ કરવાની માંગણી હાઇકોર્ટે ફગાવી દીધી

અમદાવાદ : BMW હિટ એન્ડ રન કેસ મામલો આરોપી વિસ્મય શાહની સજા રદ કરવાની માંગ હાઈકોર્ટે ફગાવી દીધી છે. વિસ્મય શાહને હાઈકોર્ટે 4 થી 6 અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ કર્યો છે. સરકારે વિસ્મય શાહની સજામાં વધારાની માંગ કરતી અરજી કરી હતી, તે પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ત્યારે એક સમયના અમદાવાદના બહુચર્ચિત એવા બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં હવે વિસ્મયની સજા હાઈકોર્ટે યથાવત રાખી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી, જેની સામે વિસ્મય અને સરકારે હાઈકોર્ટમાં આમને સમને અરજી કરી હતી. હાઈકોર્ટે બંનેની અરજી ફગાવી છે.

BMW હિટ એન્ડ રન કેસ મામલો વિસ્મય શાહની સજાને લઈને ગુજરાત હાઇકોર્ટે ચુકાદો સોમવાર પર અનામત રાખ્યો હતો. ગઈકાલે ચુકાદાને લઈને કોર્ટે ૯ વખત મુદત આપી હતી. ફરિયાદીઓ સાથે સમાધાન થવાથી સજા માફ કરી શકાય નહિ તેવું અવલોકન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જસ્ટિસ સોનિયા ગોકાણીએ અન્ય અકસ્માતમાં ભોગ બનેલા પરિવારો માટે બે લાખનું વળતર વાપરવા આદેશ કર્યો હતો. ચુકાદો સંભળાવતાં અગાઉ સરકાર તરફથી સુપ્રિમ કોર્ટના ચુકાદાને ટાંકવામાં આવ્યો હતો અને આરોપી સાથે સમાધાન થવા છતાં તેની સજા ઓછી કરી શકાય નહિ તેવી રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી.

આ પહેલાની સુનવણીમાં કોર્ટમાં મુત્તક શિવમ દવેના પિતા ગેરહાજર રહેતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવા કારણો થી ચુકાદામાં મુદત પડે છે. કોર્ટે સોમવારે તમામ પક્ષ કરોને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. બંને મૃતકના પરિવારોએ તેમને મળેલી વળતરની રકમ અગે સીલ બંધ કવરમાં માહિતી રજૂ કરી છે.

વર્ષ 2013માં વસ્ત્રપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે યુવાનોના મોત થયા હતા. જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટ વર્ષ 2015માં વિસ્મય શાહને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા ફટકારી હતી . જેને લઇને વિસમ્ય શાહે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી છે. જેમાં વિસ્મય તરફથી કરેલી અરજી રજૂઆત કરી હતી કે તે યુવાન છે. તેની કારકિર્દી ઘડવાની બાકી છે. માટે તેની સજામાં ઘટાડો કરવામાં આવે જ્યારે આ કેસમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે કે વિસ્મય શાહની સજામાં વધારો કરવામાં આવે બંને અરજી પર લાંબા સમયથી દલીલો ચાલી રહી હતી. જેમાં વિસ્મયના તરફથી સિનયર વકીલોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો. આ મામલે હવે કોર્ટ પોતાનો ચુકાદો 17 ફેબ્રુઆરી પર અનામત રાખ્યો છે.

(4:44 pm IST)