Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે બ્રિજેશ મેરજાની નિમણૂક

શિક્ષણને લગતા પ્રશ્નો હોય તો લખો અથવા ફોન કરો મો.૯૮૭૯૫ ર૩૦૭૯

ગાંધીનગર તા.૧૮ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યશ્રી તરીકે મોરબી-માળીયા(મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષના તેના અને ગૃહના નેતા મુખ્યમંત્રી સાથે પરામર્શ કરીને ગુજરાત વિધાનસભાના એક સભ્ય તરીકે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પ્રતિનિધિત્વ કરવા મોરબી-માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની પસંદગી કરીને મોરબીનું ગૌરવ વધાર્યું છ.ે

અભ્યાસુ, મહેનતુ, કાર્યદક્ષ અને વહીવટી કાબેલિયત ધરાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાની આ નિમણૂક બદલ ખુશી વ્યકત કરી આ નિમણૂકના સાચા યશના અધિકારી મોરબી-માળિયા (મીં)ના પ્રજાજનો હોવાનું જણાવ્યું હતુું તેમણે બોર્ડના સભ્ય તરીકે નવી જવાબદારીનો પ્રારંભ ગઇકાલે રોજ મળેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યિમીક શિક્ષણ બોર્ડની સામાન્ય ખાસ ઉપસ્થિત રહી કર્યો હતો. આ બોર્ડ મીટિંગમાં તેમણે શિક્ષણ અને પરિક્ષાને લગતા સુચારૂ સૂચનો કર્યા હતા.

વવાણિયાની શ્રીમદ્દ રાજચંદ્ર હાઇસ્કુલને તેમજ માળીયા (મીં) ની શ્રી જે.પી.હાઇસ્કુલને SSCની પરીક્ષાનું કેન્દ્ર પુનઃ ફાળવવા પણ રજુઆત કરી પોતાના મત વિસ્તારના પ્રશ્નનો પડઘો માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં પાડયો હતો તેમણે મોરબી-માળીયા (મીં)ની શૈક્ષણીક સંસ્થાઓને અનુરોધ કર્યો છે. કે માધ્યમિક શિક્ષણ બોર્ડને લગતા કોઇ પ્રશ્નો હોય તો અવશ્ય તેમનો સંપર્ક કરે. શ્રી બ્રિજેશ મેરજાની આ નિમણૂકને માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓએ તેમજ તેમના અનેક શુભેચ્છકોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છ.

(3:28 pm IST)