Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સાસણ ગીરમાં લેડીઝ ગાઈડ બાદ મહિલા ડ્રાયવર કરાવશે સિંહ દર્શન:વન વિભાગ દ્વારા તાલીમ શરૂ

સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગની તાલીમઆપવાનું કામ શરૂ કરાયું

અમદાવાદ :એશિયાઈ સિંહોનું ઘર એવા ગીરના જંગલમાં હવે જીપ્સી ડ્રાયવર તરીકે મહિલાઓ કામ કરશે સાસણ ગીરના ટુરિઝમ ઝોનમાં મહિલા ફોરેસ્ટર, મહિલા ગાઈડ પછી મહિલા ડ્રાયવરોને તૈનાત કરવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે.

   હવે પ્રવાસીઓને સિંહથી રૂબરૂ કરાવવા માટે જંગલમાં મહિલાઓ જીપ્સી ચલાવીને જવાની છે. વન વિભાગ દ્વારા સાસણ ગીરની મહિલાઓને ડ્રાયવિંગ શીખવવામાં આવી રહ્યું છે. સરકારના સ્ત્રી સશક્તિકરણ અભિયાનના ભાગ રૂપે મહિલાઓને પગભર કરવાના હેતુ માટે સરકાર દ્વારા સૌ પ્રથમ 15 મહિલાઓને ડ્રાયવિંગની તાલીમ આપવાનું શરુ કર્યું છે. સાસણ ગીર ખાતે શરુ કરવામાં આવેલ તાલિમ વર્ગની શરૂઆત વન વિભાગના મદદનીશ મુખ્ય વન સંરક્ષક રામ કુમારે કરી હતી.

(11:30 pm IST)