Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સ્વાઈન ફ્લુનો આતંક......

કોર્પોરેશન દ્વારા સિઝનલ ફ્લુને રોકવા પગલાં

અમદાવાદ, તા,૧૮ : સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા અતિ ઝડપથી વધી રહી છે. કિલર બનેલા સ્વાઈન ફ્લુના કારણે આજે વધુ ત્રણ લોકોના મોત થતા મોતનો આંકડો ઝડપથી વધીને ૭૨ ઉપર પહોંચ્યો હતો. બિનસત્તાવાર રીતે મોતનો આંકડો આના કરતા પણ ખૂબ વધારે હોવાનું માનવામાં આવે છે. આજે સ્વાઈન ફ્લુના માત્ર અમદાવાદમાં જ ૭૫ કેસ સપાટી ઉપર આવ્યા હતા. સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્વાઈન ફ્લુને રોકવા પગલાં અને નાગરિકોને શું કરવું જોઈએ તે નીચે મુજબ છે.

કોર્પોરેશન દ્વારા લેવાયેલા પગલા

*    વીએસ, એલજી, શારદાબેન, એસવીપી, સિવિલ સહિતની હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ

*    વીએસ અને સિવિલ અને સોલામાં સ્વાઈન ફ્લુની તપાસ વ્યવસ્થા

*    અર્બન હેલ્થ સેન્ટર તથા અન્ય યુનિટ ખાતે પુરતો દવાનો સ્ટોક

*    પ્રાઈવેટ હોસ્પિટલ, ટ્યુશન ક્લાસિસ, ધાર્મિક સ્થળ, સ્કુલોમાં જાગૃતિના કાર્યક્રમ

*    મ્યુનિ સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફને ટ્રેનિંગ

*    શહેરના જુદા જુદા વિસ્તારમાં ૧૨૫ જગ્યાઓએ હોર્ડિંગ્સ

*    પાંચ લાખ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું

નાગરિકો કઈ રીતે મદદરૂપ બની શકે

*    ઉધરસ કે છીત વેળા મોઢા અને નાંકને ઢાંકો

*    વપરાયેલા રૂમાલને ગરમ પાણીમાં બોળને દરરોજ ધુવો

*    સાબુ અને પાણીથી વારંવાર હાથ ધુવો

*    હસ્તધૂનનના બદલે નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો

*    ખૂબ પાણી પીવો અને પોષ્ટીક આહાર લો

*    બીમારી હોય તો સારવાર લો

*    ભીડ હોય ત્યાં જવાનું ટાળો

(10:17 pm IST)