Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

દાહોદમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને બેનરો સાથે વિશાળ રેલી યોજાઈ

દાહોદ :છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય કર્મીઓને તેઓના પગાર વિસંગતતા સહિત વિવિધ 13 જેટલી માંગણીઓને લઈને અનેક વિવિધ વિસ્તારોમાં વિરોધી કાર્યક્રમો બાદ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતાર્યા હતા.

 દાહોદ જિલ્લાના સ્ટાફ નર્સ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેક્નિશિયન સહિતના તમામ આરોગ્ય કર્મીઓ દાહોદ ખાતે એકઠા થઇ પડતર માંગણીઓના બેનરો સાથે પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અને માંગ સંતોષાય તે માટે વિશાળ રેલી કાઢી હતી. સાથે જ્યાં સુધી માંગ પુરી ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

(10:12 pm IST)