Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

શહીદ જવાનો પર ત્રાસવાદી હુમલાને લઇ વિવાદિત પોસ્ટ

ચાંદખેડાના યુવક વિજય પટેલની ધરપકડ : ત્રાસવાદીઓના કૃત્યને ટેકો આપતી કોમેન્ટ ફેસબુક ઉપર પોસ્ટ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થતાં પગલાં

અમદાવાદ,તા.૧૮ : જમ્મુ એન્ડ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના જવાનોના કોનવે પર આંતકવાદી હુમલાને લઇ અમદાવાદ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક યુવકે આ સમગ્ર ઘટનાને હળવાશથી લઇ આંતકવાદીઓના કૃત્યને સમર્થન કરતી વિવાદીત કોમેન્ટ ફેસબુક પર પોસ્ટ કરતાં પોલીસે આરોપી યુવક વિજય પટેલની ધરપકડ કરી લીધી હતી. યુવકના આ કૃત્યને લઇ સ્થાનિક રહીશો સહિતના શહેરીજનોએ તેના કૃત્યને લઇ તેની આકરી નિંદા કરી હતી. હુમલો થયો હતો. જેમાં ૪૦ જવાનોના મોત થયા બાદ રાજ્ય સહિત દેશભરમાં આંતકવાદીઓનો વિરોધ થવા લાગ્યો હતો. આ દરમિયાન સોશિયલ મિડિયા પર આતંકવાદના વિરોધમાં સુત્રો અને લખાણો આવવા લાગ્યા હતા. આ સમયે ચાંદખેડાના વિજય લેવા નામના શખસે તેના ફેસબુક પર આતંકવાદીઓના સમર્થન કરતી પોસ્ટ કરી ડીલેટ કરી દીધી હતી. આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી વિજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જમ્મુ એન્ડ કાશ્મીરના પુલવામા ખાતે આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાનોની શહીદી બાદ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને આંતકવાદીઓ અને તેઓને છાવરનારા પાકિસ્તાન સામે અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં લોકોમાં જોરદાર આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો કેન્ડલ માર્ચ, શ્રધ્ધાંજલિ બેનરો સાથે માર્ગો પર ઉતરી આવ્યા છે ત્યારે તેવા સંવેદનશીલ અને આઘાતના સમયમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિજય ગોવિંદભાઇ પટેલ નામના યુવકે આંતકવાદી કૃત્યને સમર્થન કરતી પોસ્ટ ફેસબુક પર કોમેન્ટ કરી હતી. જેને લઇ હાલ સોશ્યલ મીડિયા પર મોનીટરીંગ રાખી રહેલી સાયબર ક્રાઇમના ધ્યાનમાં સમગ્ર મામલો આવ્યો હતો. જેથી યુવક દ્વારા સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાવવા અને આંતકવાદને ઉત્તેજન આપવાને લઇ તેની વિરૂધ્ધમાં જરૂરી ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જો કે, વિજય પટેલ નામના આ યુવકે પાછળથી પોતાની ફેસબુક પ્રોફાઇલમાંથી વિવાદીત કોમેન્ટ હટાવી લીધી હતી પરંતુ તેના આ કૃત્યને લઇ સ્થાનિક રહીશોથી લઇ શહેરીજનોનું દિલ દુભાયુ હતું. ખાસ કરીને શહીદ જવાનોની શહાદતને લઇ આ હીન કક્ષાની કોમેન્ટ કરનારા આ યુવક વિરૂધ્ધ નિંદા અને ટિપ્પણીઓનો મારો ચાલુ થઇ ગયો હતો. સ્થાનિક રહીશો સહિત નગરજનોએ યુવકના કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયું હતું. બીજીબાજુ, સાયબર ક્રાઇમ પોલીસે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતાં વિજય પટેલ નામના આ યુવકની ધરપકડ કરી સમગ્ર મામલે તેની પૂછપરછ શરૂ કરી છે. 

 

(8:53 pm IST)