Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

આણંદ નજીક બાકરોલમાં રાત્રીના સુમારે બે કાર સામસામે અથડાતા દંપતીને ગંભીર ઇજા

આણંદ: નજીક આવેલા બાકરોલ ટી પોઈન્ટ પાસેના સંકેત સર્કલ નજીક ગઈકાલે રાત્રીના સુમારે બે કારો સામસામે ભટકાતા દંપત્તિને ઈજાઓ થવા પામી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર ઉમરેઠ ખાતે રહેતા પ્રફુલ્લભાઈ અમૃતલાલ પાઠક (ઉ. વ. ૬૫)ગઈકાલે રાત્રીના સુમારે પોતાની પત્ની જ્યોત્સનાબેન (ઉ. વ. ૬૨)ને ઈન્ડીગો કાર નંબર જીજે-૨૩, એ-૮૨૨૦માં બેસાડીને બાકરોલ ખાતે રહેતા પુત્રને ત્યાં આવવા માટે નીકળ્યા હતા. રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે સંકેત સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલી તવેરા કાર નંબર જીજે-૨૩, બીડી-૫૧૬૫એ ટક્કર મારતાં પ્રફુલ્લભાઈ અને જ્યોત્સનાબેનને ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી ચઢ્યા હતા અને દંપત્તિને સારવાર માટે નજીકની એક ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. બન્ને કારો ધડાકાભેર અથડાતાં આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતુ. 

 

(6:04 pm IST)