Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

આણંદ એસઓજીએ ખુલ્લામાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 11 શખ્સોને 51 હજારની મતા સાથે દબોચ્યા

આણંદ: એસઓજીએ ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પાધરીયા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસેના એક વરંડો મારેલા ખુલ્લા પ્લોટમાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહેલા ૧૧ શખ્સોને ૫૧ હજારની રોકડ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર એસઓજી પોલીસને હકિકત મળી હતી કે, પાધરીયા વિસ્તારમાં આવેલી શબનમ સોસાયટી પાસે રહેતા અરવિંદભાઈ મેકવાનના વરંડો મારેલા ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં સલીમભાઈ ઉર્ફે ફ્રુટવાલા ઈબ્રાહીમભાઈ વ્હોરા(આણંદ), મોહસીનભાઈ ઉર્ફે મોન્ટુ મહેબુબભાઈ વ્હોરા (આણંદ), સાજીદભાઈ ઉર્ફે બુચીયો ઈબ્રાહીમભાઈ વ્હોરા (આણંદ), સોહેલ ઉફ ર્ેફ્રુટવાલા ઉસ્માનગની વ્હોરા (આણંદ), ઈમરાનખાન ઈસુબખાન પઠાણ (વડોદરા), જશુભાઈ મંગળભાઈ ભોજાણી (આણંદ), રહીમભાઈ પ્યારઅલી ચારણીયા (ખોજા, આણંદ), સરફરાજઅલી અશરફઅલી સૈયદ (નાપા તળપદ), રીઝવાન હારૂનભાઈ મેમણ (આણંદ), સમીરભાઈ ઉર્ફે લંગોટ સીરાજભાઈ વ્હોરા (આણંદ)અને મહંમદહનીફ ઉર્ફે ભટ્ટ ફતેહમહંમદ શેખ (આણંદ)ના પકડાઈ જવા પામ્યા હતા. 

 

 

(6:03 pm IST)