Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

નડિયાદ ડિવિઝનલ સ્ક્વોડે બાતમીના આધારે ગાડીમાં ગુપ્તખાનું બનાવીને લઇ જવાતો 1.26 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

નડિયાદ : ડિવિઝન સ્ક્વોર્ડે નડિયાદ-ડાકોર રોડ પર વોચ રાખી પીક-અપ ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને છુપાવીને લઈ જવાતો ૧.૨૬ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ જપ્ત કરી તેના ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ નડિયાદ ડિવિઝન સ્ક્વોર્ડે માહિતીના આધારે નડિયાદ-ડાકોર રોડ પર આડીનાર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન એક સફેદ કલરની અશોક લેલન્ડ પીકઅપ ગાડી ડાકોર તરફથી આવતાં તેને ઉભી રાખવા ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ઉભી રાખી નહોતી અને ભગાવી મુકી હતી જેથી પોલીસે પીછો પકડીને મહોળેલ બસસ્ટેન્ડ આગળ આ ગાડીને પકડી પાડી હતી. તેના ચાલકની પુછપરછ કરતાં તેનું નામ રાજેશભાઈ ઉર્ફે ભુરો ચંદુભાઈ ભોઈ (રહે.કાંકણપુર તા.ગોધરા)નો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગાડીમાં બોલ્ટ મારી ફીટ કરેલ પતરૂ ખોલી તપાસ કરતાં એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ખાનામાંથી વિદેશી દારૂની ૧૨૯૬ બોટલો કિંમત રૂ.૧,૨૬,૭૨૦ ની મળી આવી હતી. પોલીસે ગાડી, મોબાઈલ સહિત રૂ.૫,૭૭,૭૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી ચકલાસી પોલીસમાં ગુનો દાખલ કરીને આ વિદેશી દારૂ ક્યાંથી લાવીને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. 

 

(6:02 pm IST)