Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ખેડબ્રહ્માના રાધીવાડમાં પીવાના પાણીની સમસ્યા: લોકોને દૈનિક કામ કરવામાં પણ મુશ્કેલી

ખેડબ્રહ્મા: તાલુકાના રાધીવાડ ગામે પીવાના પાણીની ભારે સમસ્યા છે. ૧૫ દિવસે એકવાર પાણી ગામના લોકોને મળે છે. જેના કારણે ગામમાંથી કેટલાંક કુટુંબો ખેડબ્રહ્મા રહેવા ચાલ્યા ગયા છે. જ્યારે બાકીના કુટુંબોને હવે પાણીના અભાવે ગામ છોડવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે. વર્ષો અગાઉ પાણી પુરવઠા ધરોઈ ડેમમાંથી પાણી લાવવા માટે ૨૨ ગામ જુથ પાણીની યોજના હતી અને તેના દ્વારા પાણી અઠવાડીયે એકાદવાર ગામમાં આવતું હતું પરંતુ હવે તે પણ બંધ થઈ ગયું છે.

પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા આગોત્રુ કોઈ આયોજનન થતા આ યોજનાનું પાણી ખરી સમયે મળતું નથી.

 

(6:00 pm IST)