Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગાંધીનગરમાં વિજિલન્સની ટીમે દરોડા પાડી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપ્યું: 1686 બોટલ જપ્ત

ગાંધીનગર:રાજયમાં આમ તો દારૂબંધી છે પરંતુ પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે આ દારૂના જથ્થાને ગોડાઉનમાં સાચવવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગરના સે-૭ પોલીસના નાક નીચે જ સેકટર-૪ પાસે જ ફાર્મહાઉસમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડાયો હોવાની બાતમી સ્ટેટ વીઝીલન્સની ટીમને મળી હતી જેના પગલે આજે સવારે દરોડો પાડીને વિદેશી દારૂની ૧૬૮૬ બોટલ તેમજ કાર મળી કુલ દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરી છે. આ મામલે સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. 

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ તે નામ પુરતી જ રહેવા પામી છે. પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે અને નાના મોટા બુટલેગરો દ્વારા વેચવામાં આવતો હોય છે. ગાંધીનગર જિલ્લામાં પણ આવા દારૂના જથ્થાને પકડવા માટે પોલીસ મથતી હોય છે તેમ છતાં ઘણા સ્થળોએ પોલીસની રહેમનજર હેઠળ જ દારૂનો જથ્થો સંતાડવામાં આવતો હોય છે.

(6:00 pm IST)