Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સુરતના અડાજણમાં અગમ્ય કારણોસર બેંક મેનેજર યુવતીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુરત:અડાજણ આનંદ મહેલ રોડ પર રહેતી અને પુણા કુંભારીયા બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતી જોઈન્ટ મેનેજર યુવતિ શનિવારે સાંજે ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અડાજણ વિસ્તારમાં આવેલા આનંદ મહેલ રોડ પર તક્ષશિલા એપાર્ટમેન્ટમાં રહેતી ૨૮ વર્ષીય રજની રામએાશ્રય સિંહ પુણા કુંભારીયા ખાતે આવેલી બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં જોઇન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતી હતી. તા.૧૪મીએ સાંજે બેંકમાં ફરજ બજાવીને ઘરે જવાનું કહીને નીકળી હતી.

(5:58 pm IST)