Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

વડોદરાની ડી.જી.કચેરી નજીક ખોટા દસ્તાવેજના આધારે સિક્યુરિટી ચલાવનાર પરપ્રાંતીય યુવકની રંગે હાથે ધરપકડ

વડોદરા:ડી.જી. કચેરી તરફથી મેળવવી પડતી પરમિશન વિના જ ખોટા દસ્તાવેજોના આધારે શહેરમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા પરપ્રાંતીય યુવકને એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે લલિત પ્રસાદ મહંતો નામનો યુવક વગર લાયસન્સે ચેક-વે સિક્યુરિટી નામની એજન્સી ચલાવે છે.

જેથી પોલીસે તેની તપાસ શરૃ કરી કલાલી રોડ ખાતે આસોપાલવ કલબ એપાર્ટમેન્ટની સિક્યુરિટી કેબીનમાંથી તેને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી મેક-વે સિક્યુરિટીના બોગસ સિક્કાઓ લેટરપેડ, આઇકાર્ડ, સિક્યુરિટીના યુનિફોર્મ અને બેનરો મળી આવ્યા હતાં. લલિત પ્રસાદે ચેક-વે સિક્યુરિટી એજન્સીમાં સાત કર્મચારીઓને રાખી અલગ-અલગ સ્થળોએ તેઓને ડયૂટી સોંપી હતી. સિક્યુરિટી એજન્સી એક્ટ હેઠળ આરોપીએ ડી.જી. કચેરીમાંથી જે લાયસન્સ લેવાનું હતું તે લીધું ન હતું. અને પટેલ અટક ધારણ કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા.

(5:57 pm IST)