Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

વડોદરા: સિનિયર સિટીઝને અમેરિકન કંપની સાથે બિઝનેસ કરવાની લાલચમાં 24.09 લાખ રૂપિયા ગુમાવવાની નોબત આવી

વડોદરા:નિવૃત જીવન ગુજારતા સિનિયર સિટિઝને બિઝનેસ કરવાની લાલચમાં આવીને રૃપિયા ૨૪.૦૯ લાખ ગુમાવ્યા હતા. અમેરિકાની કંપનીના મેનેજર, બેંક ઓફિસર અને કસ્ટમ ઓફિસરનો સ્વાંગ રચનાર ઠગ ટોળકીના ૧૧ આરોપીઓ સામે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, જૂના પાદરા રોડ પ્રમુખસ્વામીનગરમાં રહેતા દિનેશ પટેલ (ઉ.વ.૬૫) નિવૃત જીવન ગુજારે છે. પાર્ટટાઇમ બિઝનેશ કરવા માટે જાહેરાત વાંચીને તેમણે ઇ-મેઇલ એડ્રેસ પર સંપર્ક કર્યો હતો. સામેથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમેરિકાની સૌથી મોટી ફાર્મા ઇમ્યુન નામની કંપની છે જે કેન્સર અંગે રિસર્ચ કરે છે અને એનિમલ વેકસીન બનાવે છે. જેમાં ગ્લાયકો ફોઝન હર્બલ એક્સટ્રેકટ ઓઇલ ભારતમાંથી ઇનપોર્ટ કરે છે. કંપનીને દર મહિને વીસ ગેલનની જરૃરી છે.  આ ઓઇલ લક્ષ્મી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જે ગોરખપુર  યુ.પી.માં આવેલી છે ત્યાંથી મળશે. તેના મેનેજર પ્રવિણ ગોલ્યા છે.

(5:50 pm IST)