Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

દેવ સ્પાઇસીસ ફેક્ટરીની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરો રોકડ તેમજ માલસામગ્રી ચોરી ગયા

નડિયાદ શહેરમાં તસ્કર રાજ યથાવત છે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ચોરીનો સીલસીલો એકાદ બે દિવસ શાંત પડે કે ફરી પાછી ચોરીની ઘટના બહાર આવતી હોય છે. શહેરના મીલ રોડ પર આવેલ દેવ સ્પાઇસીસ ફેક્ટરીમાં બે દિવસ પુર્વે ત્રાટકેલા તસ્કરોએ દિવાલમાં બાકોરૂ પાડી અંદર ઘુસીને રોકડ રકમ અને માલ સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં આવેલ સંત કવરરામ સોસાયટીમાં અમીત ચંન્દ્રકાંત ટહેલયાણી રહે છે. અમીત ટહેલયાણી મીલ રોડ, રબારી વાસમાં આવેલ દેવ સ્પાઇસીસ ફેક્ટરી ચલાવે છે. ગત તા.૧૪ ફેબ્રુઆરીના રોજ તેઓ ફેક્ટરી વધાવીને ઘરે ગયા હતા, તે દરમ્યાન રાત્રીના ૨ થી ૩ વાગ્યાના સુમારે કોઇ તસ્કરો તેમની ફેક્ટરીમાં ત્રાટક્યા હતા. 

(5:48 pm IST)