Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગુજરાતમાં 'સુસાઇડ સ્કોડ' ત્રાટકવાની દહેશત ?! તંત્ર હાઇ એલર્ટ પર મુકાયું

સેન્ટ્રલ આઇબીની ઇન પુટ પગલે નરસિંમ્હા કોમાર-સુભાષ ત્રિવેદી અને ડીઆઇજી સંદીપકુમાર દ્વારા તાકીદે નવી રણનીતી : ગુજરાતના બીએસએફ વડા જી.એેસ મલ્લીક તાકીદે દિલ્હી પહોંચ્યાઃ બોર્ડર, દરીયાઇ માર્ગો, ધાર્મિક સ્થાનો અને ઇન્ડસ્ટ્રીઝની સુરક્ષાની સમીક્ષા

રાજકોટ, તા., ૧૮: જમ્મુ-કાશ્મીરના પુલવામાં સીઆરપી જવાનો પર થયેલ આતંકવાદી હુમલાના  પગલે-પગલે   દેશભરમાં  મહત્વના સ્થાનો પર સેન્ટ્રલ આઇબી દ્વારા  ચોક્કસ પ્રકારની ખાનગી ઇનપુટો મોકલી  ગુજરાતમાં પણ સુસાઇડર બોંમ્બર ઘુસે તેવી આશંકાના પગલે વ્યુહાત્મક સ્થાનો પર જડબેસલાક સુરક્ષા ચક્ર ગોઠવવા આપેલી સુચના આધારે રાજયના પોલીસ વડાના આદેશ મુજબ સૌરાષ્ટ્રના દરીયા કાંઠા, દ્વારકા, સોમનાથ જેવા મંદિરો તથા ઇન્ડસ્ટ્રીઝની સુરક્ષા માટે ભાવનગર રેન્જ આઇજી નરસિંમ્હા કોમાર, જુનાગઢ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી તથા રાજકોટના રેન્જ ડીઆઇજી દ્વારા જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ભાવનગર, અમરેલીના રર કોસ્ટલ પોલીસ મથકો પર રાઉન્ડ  ધ કલોક ચુનંદા જવાન ગોઠવાઇ ગયા છે. બોર્ડર એરીયા એવા કચ્છ, બનાસકાંઠા, પાટણ વિગેરેમાં કોઇ જાતની ઘુષણખોરી ન થાય તે માટે ઇન્ટેલીજન્સ ઇન પુટ આધારે પગલા લેવાયા છે. ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ ચાલે છે.

દરમિયાન ગુજરાત બીએસએફના ફ્રન્ટીયરના વડા જ્ઞાનેન્દ્રસિંહ મલ્લીક તાત્કાલીક ઉચ્ચ કક્ષાની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યાનું પણ સુત્રો જણાવેછે. અત્રે યાદ રહે કે ટેરેર એટેકના પગલે જી.એસ.મલ્લીકે ગાંધીનગર ખાતે કચ્છ બોર્ડ સહિતના રાજયના બીએસએફના વડાઓ સાથે ખાનગી બેઠક કરી બોર્ડર પરની બંદોબસ્તની વ્યુહરચના સંદર્ભે કેટલાક મહત્વના ફેરફારો સુચવ્યા હતા. બીએસએફના વાહનો માટે પણ કેટલીક ચોક્કસ પ્રકારની તકેદારી રાખવા માટે પણ રણનીતી ઘડાઇ છે. આમ કાશ્મીરના ત્રાસવાદી હુમલા બાદ સેન્ટ્રલ આઇબીની ખાનગી ઇનપુટ આધારે ગુજરાતમાં દરીયાઇ માર્ગો અને બોર્ડર પર ભારે ધમધમાટ ચાલી રહયાનું સુત્રો જણાવે છે.

(3:50 pm IST)