Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની ધરપકડ :ક્રાઇમ બ્રાન્ચે વેલંજાથી ઝડપી લીધો

રાજદ્રોહના કેસમાં જામીન નામંજૂર થયા બાદ અલ્પેશ કથીરિયા ગાયબ હતો

સુરત : રાજદ્રોહના કેસ મામલે ગાયબ પાટીદાર નેતા અલ્પેશ ઠાકોરની ધરપકડ કરાઈ છે સુરત ક્રાઇમ બ્રાન્ચે વેલજાથી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ અલ્પેશ કથિરિયાના મિત્ર આશિષ વઘાસીયાના લગ્નમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન નામંજૂર થયા હતા. બાદથી અલ્પેશ ગાયબ હતો. સુરત કોર્ટ દ્વારા રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ્દ થયા બાદ તે ફરાર હતો. કોર્ટે પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પરતું પોલીસ અલ્પેશને શોધવામાં સફળતા મળતી ન હતી

  . સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે અલ્પેશના પરિવાર, મિત્રો અને ભાગીદારો પર સતત પોલીસ નજર રાખી રહી હતી. પોલીસની સતત વધતી જતી કડકાઈને પગલે અલ્પેશ કથીરીયાએ ગંભીર આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા દ્વારા વાઈરલ કર્યો હતો. અલ્પેશે આરોપ લગાવ્યો હતો કે, પોલીસ મારા પરિવાર, મિત્રોને હેરાન કરી રહી છે. ત્યાં સુધી કે વકીલાત સાથે સંકળાયેલા મારા ભાગીદારોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે

(1:37 pm IST)