Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં ચાંદલાના 61 લાખ શહીદોના પરિવારજનોને આપશે

સમુહલગ્નમાં 261 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા : શહીદને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રગીત પછી લગ્નવિધિ શરૂ કરાઇ

સુરત :જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા આ હુમલાના વિરોધમાં દેશભરમાં જનાક્રોશ ફેલાયો હતો મોટાભાગના દેશવાસીઓએ કોઇના કોઇ રીતે શહીદોના પરિવારને મદદ કરી છે. ત્યારે સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં શહીદ પરિવારોને 61 લાખની મદદ કરી છે

.સમુહલગ્નનાં ચાંદલામાં આવેલા 61 લાખ શહીદોના પરિવારને આપી સમાજને નવો રાહ ચીધ્યો છે આ સમુહલગ્નમાં 261 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમુહલગ્નનમાં  શહીદને શ્રદ્ધાંજલિ આર્પણ કરી રાષ્ટ્રગીત પછી લગ્નવિધિ શરૂ કરાઇ હતી

.રવિવારે યોજાયેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના 60માં સમૂહલગ્નમાં 261 યુગલો સહિત ત્યાં હાજર જનમેદનીએ શહીદોને ભાવાંજલિ અર્પણ કરી હતી

(1:19 pm IST)