Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર રાજ્યપાલ ઓ પી કોહલી :આભાર પ્રસ્તાવ રજૂ

ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર (વોટ ઓન એકાઉન્ટ)ની શરૂઆતમાં ગુજરાતના રાજયપાલશ્રી ઓમ પ્રકાશ કોહલીએ સંબોધન કર્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તથા વિપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ આવકાર્યા હતા. રાજયપાલશ્રીના સંબોધન પછી વિધાનસભા ગૃહની બેઠક પંદર મિનિટના વિરામ પછી મળી હતી. ધારાસભ્ય શ્રીમતી ડૉ.નીમાબેન આચાર્ય એ રાજયપાલ શ્રી ના સંબોધન બદલ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જને ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ અનુમોદન આપ્યું હતું

(1:17 pm IST)