Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સિવીલ સર્વીસીઝ ટ્રીબ્યુનલના વડા તરીકે રાજગોપાલની નિમણૂક

રાજકોટ, તા. ૧૮ : રાજય સરકારે ગુજરાત સિવીલ સર્વીસીઝ ટ્રીબ્યુનલ (મુલ્કી સેવા પંચ)ના પ્રેસીડેન્ટ તરીકે નિવૃત અધિક મુખ્ય સચિવ શ્રી રાજગોપાલની નિમણૂંક કરી છે. તેઓ ૧૯૯૭ની બેચના આઇ.એસ.એસ કેડરના અધિકારી છે. અગાઉ ભાવનગર ડી.ડી.ઓ., અમરેલી જિલ્લા કલેકટર, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તેમજ સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ગઇ તા. ૩૧ જાન્યુઆરીએ ઉર્જા પેટ્રોકેમીકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ પદેથી નિવૃત થયા હતા. ટ્રીબ્યુનલમાં એક પ્રેસીડેન્ટ, ૩ સભ્યો અને ૧ સભ્ય સચિવ છે. રાજય સરકારના સરકારી અધિકારીઓની સર્વીસને લગતા મુદા-અપીલ આ ટ્રીબ્યુનલના કાર્યક્ષેત્રમાં આવે છે. (રાજગોપાલનો મો. ૯૯૭૮૪ ૦૬૦પર ગાંધીનગર) (૮.૯)

(12:11 pm IST)