Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સમૂહલગ્નોત્સવ દેશભક્તિના રંગે રંગાયા :વડોદરામાં વર-વધુએ કાળીપટ્ટી પહેરી:વીરપુરમાં લાગ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા

વડોદરામાં સમહુલગ્નમાં બે મિનિટ મૌન પાળ્યું :ચાંદલાની રકમ શહીદ પરિવારને અપાશે :વીરપુરમાં 96 નવદંપતી સહીત તમામે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી

રાજકોટ :પુલવામાં આતંકી હુમલા બાદ દેશભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ગામે ગામ ભારે વિરોધ સાથે કેન્ડલ માર્ચ સહિત કાર્યક્રમો થઇ રહ્યા છે વેપાર ધંધા બંધ રાખીને લોકો આક્રોશ ઠાલવી રહ્યાં છે ત્યારે રાજ્યમાં સમૂહલગ્નો પણ દેશભક્તિના રંગે રંગાયા છે વડોદરા મા વણકર સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા જેમાં આતંકવાદી હુમલામાં થયેલ શહીદોને શ્રધ્ધાંજલિ અપાઇ હતી. લગ્ન દરમ્યાન શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પાળીને હાથે કા‌‌ળીપટ્ટી ધારણ કરી પુલવામા ઘટનાનો વિરોધ કર્યો. હતો. જેમાં વર અને વધુ એ હાથ માં કાળી પટ્ટી ધારણ કરી હતી અને શાહિદ જવાનોના આત્માની શાંતી અર્થે પ્રાર્થના કરી હતી.

    વીરપુરમાં સમૂહ લગ્નમાં પણ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ. અહીં યોજાયેલા સમૂહ લગ્નમાં 96 નવ દંપતિઓ પ્રભૂતામાં પગલાં પાડ્યા હતા. જ્યાં ઉપસ્થિત તમામ મહેમાનોએ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. સાથે લગ્નમાં ઉપસ્થિત મહેમાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

       એક તરફ લગ્નગાળાની સિઝન છે.બીજી તરફ પુલવામા આતંકી હુમલાના શહીદોની શહીદીથી દેશભરમાં આક્રોશ છે.વડોદરા ખાતે લગ્નની જાનમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. કારેલી બાગ ખાતે વિરાસ પરિવારની જાન તિરંગા સાથે નીકળી હતી. જાનમાં ઉપસ્થિત રહેલા સૌ કોઈ જાનૈયાઓએ બે મિનિટ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. લગ્નમાં આવનાર ચાંદલાની રકમ શહીદ પરિવારને આપવામાં આવશે. તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે

 

 

(3:44 pm IST)